IMDની આગાહી અનુસાર આગામી 6 દિવસ 30થી વધુ જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ભાવનગર, ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. દ.ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે. 20 જીલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગનાં સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં કેટલાંક સ્થળ પર હળવાથી ભારે વરસાદની શક્યતા છે. આજે સવાર 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઓલપાડમાં 32 મીમી જ્યારે ભાવનગરના તળાજામાં 15 મીમી વરસાદ વરસ્યો છે.
આજે ક્યા જિલ્લામાં વરસાદની શક્યતા
હવામાન વિભાગે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, બોટાદ, દીવ અને કચ્છ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની પૂરી સંભાવના છે.
Gujarat Rain Update Live
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધોધમાર વરસાદને કારણે સફુરા નદી બે કાંઠે વહી રહી છે.ત્યારે પૂર આવતા પંચનાથ મહાદેવ તરફ જવાનો રસ્તો બંધ થઇ ગયો છે અને મંદિર તરફ જવાનાં પુલ ઉપર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદને કારણે શહેરભરના રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે ચકલા ચોક,ત્રણ દરવાજા વિસ્તારમાં તેમજ ચકલા બજાર,સ્ટેશન રોડ,જેતપુર રોડ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો છે ત્યારે વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળ્યા છે.
બનાસકાંઠા વરસાદ
બનાસકાંઠાના ડીસામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે ઉકળાટ બાદ ડીસા પંથકમાં વરસાદ શરુ થયો છે.વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ત્યારે
વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
દેવભૂમિ દ્વારકા વરસાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે,કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધમાકેદાર બેટિંગ જોવા મળી છે ભાટીયા ગામે માર્ગો પર નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા છે અને વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગીર સોમનાથ વરસાદ
ગીર સોમનાથના સમઠીયાડા ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસી રહેલા વરસાદથી માલણ નદીમાં પુર આવ્યું છે માહિતી અનુસાર એક કલાકમાં 3.5ઈચ વરસાદ વરસ્યો છે અને પુર આવતા ખેડૂતો તથા ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે.
અમરેલી વરસાદ
અમરેલી જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અમરેલી શહેરમા મેઘરાજા ની સટાસટી જોવા મળી છે.શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે.
અડધો કલાક સુધી વરસાદ વરસતા શહેર પાણી પાણી થાય ગયું છે.
અમરેલી વરસાદ
અમરેલીના બગસરા પંથકમાં મેધો મહેરબાન થયા છે અને 8 દિવસનાં વિરામ બાદ બગસરામાં જોરદાર વરસાદ શરુ થયો છે.વરસાદને પગલે શહેરના મુખ્ય રસ્તાઓ પર નદી વહી રહી છે અને મોટા મુંજીયાસર,સુડાવડ સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે.બગસરા પંથકમાં વરસાદ પડતા ખેડૂતો ખુશ ખુશાલ થઇ ગયા છે.
ગીર સોમનાથ વરસાદ
ગીર સોમનાથ વેરાવળ શહેરમાં ધીમીધારે વરસાદ સહ્રું થયો છે અને વેરાવળ શહેરના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંવહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો છે તથા અત્યારે ધીમીધારે ફરી વરસાદ શરુ છે.
મહેસાણા વરસાદ
મહેસાણાના ઉકળાટ વચ્ચે બહુચરાજી માં વરસાદ વરસ્યો હતો અને બહુચરાજી વિસ્તારમાં વરસાદથી ગરમીમાં રાહત મળી છે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ભાભર વરસાદ
ભાભરમાં મેધરાજાએ મન મૂકી કરી મહેર થઇ હતી ત્યારે 3.5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.વરસાદ પડતા બજાર અને રસ્તામાં નદીઓ વહેતી થઈ હતી.
લાઠી બજાર વાવ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા અને નીચાણ વાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા હતા.
દ્વારકા વરસાદ
દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો કલ્યાણપુર તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા તેમજ પ્રેમસર ગામે વરસાદથી પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે બેઠા પુલ ઉપર પાણી આવતા લોકો ફસાયા હતા અને સ્થાનિકો દ્વારા ફસાયેલાનું કરાયુ રેસ્ક્યુ કરાયું હતું.
પાટણના રાધનપુર સમી સાતલપુરમાં તેમજ સાતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો
દ્વારકા વરસાદ
દ્વારકાના ભાણવડ તાલુકાના રાણપરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે સવારથી અસહ્ય ઉકરાટ બાદ વરસાદ વરસ્યો બરડા ડુંગરમાં વધુ વરસાદ હતો જેના કારણે
રાણપર ગામની બજારોમાં પાણી વહેતા થયા હતા,ભાણવડ શહેર સહીત તાલુકામા ધીમીધારે વરસાદ વરસ્યો હતો.
પાટણ વરસાદ
પાટણના હારીજ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઇ છે માહિતી અનુસાર બપોર બાદ હારીજના વાતાવરણમાં પલટો આવ્યો હતો જેનાથી વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી.વરસાદ વરસતા લોકોએ વરસાદમાં નહાવાની મજા માણી હતી તેમજ નીચાણવાળા વિસ્તાર પાણી ભરાયા હતા.
બનાસકાંઠા વરસાદ
બનાસકાંઠાના ભાભરમાં સીઝન નો પ્રથમ વરસાદ વરસ્યો છે ત્યારે સમગ્ર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ભાભર માં હતો ત્યારે આજે પ્રથમ વાર ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે.અને બજાર અને નીચાણ વાલા વિસ્તાર ભરાયા પાણી ભરાયા છે ત્યારે વરસાદ આવતા ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.
ખેડા વરસાદ
ખેડામાં નડિયાદના આપસાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી.પીપલગ,ડુમરાલ,મિત્રાલ સહિત ગામડાંઓમાં વરસાદ વરસ્યો હતો, વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી વરસાદ આવતાની સાથેજ ખેડૂતોએ પાકોની વાવણી શરૂ કરી દીધી છે. વરસાદ વરસતા નડિયાદ કલેક્ટર કચેરી બહાર ઢીચણ સમા પાણી ભરાયા હતા અને શહેરમાં વિવિધ વિસ્તારમાં મુસળધાર વરસાદ હતો.
સાબરકાંઠાના હિંમતનગરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે સાથેજ મોતીપુરા,સહકારી જીન,નવી સિવિલ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.
ત્યારે બપોર બાદ વાતાવરણ બદલાતા ભારે વાદળો ઘેરાયાં બાદ વરસાદ તૂટી પડ્યો હતો.
અમરેલી વરસાદ
અમરેલીની સાવરકુંડલામાં વરસાદી માહોલ સર્જાયો સાથેજ અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સિમરન,જીરા,બોરાળા સહિત વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે ત્યારે
વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.
રાજકોટ વરસાદ
રાજકોટના જસદણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અને આટકોટ જંગવડ પાંચ વડા જીવાપર વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો ત્યારે ખેડુતો ધોધમાર વરસાદ ની આશા રાખી રહ્યા છે,હજું ગ્રામ્ય વિસ્તારોમાંનાં ડેમમાં નવાં નીર આવ્યા નથી
રાજકોટના જામકંડોરણામાં મેઘરાજાની ગાજવીજ સાથે એન્ટ્રી થઇ છે ત્યારે મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે.
સમગ્ર જામકંડોરણા પંથકમાં વરસાદી માહોલ સર્જાતા મગફળી કપાસ વગેરે પાકોને નવું જીવનદાન મળશે.દુરિયોદર બોરીયા રાયડી વગેરે ગામોમાં પણ ભારે વરસાદ
છોટાઉદેપુર વરસાદ
છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે બોડેલીના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.જૂની બોડેલી, મંજીપુરા વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે અને અલીપુરા, ઢોકલીયા, મોડાસરમાં પણ વરસાદ થયો ત્યારે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ
વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
અમરેલી વરસાદ
અમરેલી પંથકમાં મેઘો ઓળઘોળ વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદને કારણે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે અને મેઘાની જમાવટ થતા જગતાત મા હરખની હેલી જોવા મળી રહી છે.
પાટણ વરસાદ
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સાંજે એકાએક વરસાદી ઝાપટું પડ્યું હતું ત્યારે સિદ્ધપુર શહેર સહિત તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. અને એકા એક વાતાવરણ માં આવ્યો પલટો આવ્યો છે.ત્યારે વરસાદી ઝાપટાને લઇ વાતાવરણ માં ઠંડક પ્રસરી છે. અને વીજળીના કડાકા અને પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે.
બોટાદ વરસાદ
બોટાદ શહેરમાં 4 દિવસના વિરામ બાદ વરસાદ શરુ થયો છે. ત્યારે કડાકા ભડાકા સાથે બપોરબાદ શહેરનાં જ્યોતિગ્રામ સર્કલ,ભાવનગર રોડ પર વરસાદ વરસ્યો હતો.આપને જણાવી દઈએ હવામાન વિભાગે બોટાદને યેલો એલેટની આગાહી કરી હતી.
જૂનાગઢમાં વરસાદ
જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો છે. હાલ લોકો પોતાના ઘરોમાં પૂરાઈ ગયા છે. વિવિધ વિસ્તારોમાં મેઘરાજા જમાવટ કરી છે.
અમરેલીમાં ધોધમાર વરસાદ
અમરેલીના બગસરામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. રસ્તાઓમાં પાણી ભરાયા છે. લોકોને આવનજાવન કરવામાં તકલફ પડી રહી છે. 69 મીમી વરસાદથી સામાન્ય અસર થઈ છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદ
અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. જુદા જુદા વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબકતા લોકો ભીંજાઈ ગયા છે.
આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યમાં વરસેલો વરસાદ
| જિલ્લા | તાલુકા | વરસાદ (મિમિ) |
| ખેડા | માતર | 52 |
| આણંદ | તારાપુર | 44 |
| ખેડા | મહેમદાવાદ | 35 |
| ખેડા | નડિયાદ | 35 |
| સુરત | ઓલપાડ | 32 |
| ખેડા | ખેડા | 29 |
| ખેડા | વસો | 28 |
| ભાવનગર | તળાજા | 24 |
| ગીર સોમનાથ | ઉના | 23 |
| અમરેલી | જાફરાબાદ | 21 |
| ગીર સોમનાથ | ગીર ગઢડા | 20 |
| બનાસકાંઠા | દાંતા | 19 |
| આણંદ | ખંભાત | 16 |
| ગીર સોમનાથ | સુત્રાપાડા |
બનાસકાંઠામાં ધીમીધારે વરસાદ
બનાસકાંઠા વિસ્તારમાં ધીમેધારે વરસાદ શરૂ થયો છે. ધાનેરાના ગ્રામ્ય વિસ્તાર બાપલા, વાછોલ, બોર્ડર, કુડી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ છે. વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ છે.
સુરેન્દ્રનગરમાં વરસાદ
સુરેન્દ્રનગર તાલુકામાં વરસાદનુ આગમન થયું છે. લીંબડી અને ચૂડા તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ લીંબડીના નાના ટિંબલા, રામરાજપર ગામોમાં વરસાદ વરસ્યો છે.
ખેડામાં વરસાદ
ખેડા જિલ્લામાં વરસાદની પધરામણી થઈ છે. ખેડા જિલ્લાના માતર તાલુકાના ભલાડા, સાયલા, શેખુપુરા, પરીયેજ, વસઈ, સિંજીવાડા સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો છે. ધરતી લીલીછમ દેખાઈ રહી છે.
અમરેલીમાં ધીમીધારે વરસાદ
અમરેલીમાં વડીયા પંથકમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડી રહ્યો છે. વરસાદની જમાવટથી ખેડૂતોમાં હરખ….
આણંદમાં 5 દિવસ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી
આણંદમાં 5 દિવસ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. પેટલાદ, તારાપુર, ખંભાત, સોજીત્રામાં વરસાદ ખાબક્યો છે. ડાંગર માટે વાવણી લાયક વરસાદ થયો છે.
ભાવનગરમાં છુટોછવાયો વરસાદ
ભાવનગરના સિહોર પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સિહોર તાલુકાના ટાણા, વરલ, કનાડ ગામે વરસાદ ખાબક્યો છે. કાજાવદર, દેવગણા, બોરડી, જાંબાળા ગામે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
સુરતમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ
સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઓલપાડ તાલુકામાં સવા ઇંચ વરસાદ પડ્યો છે. સવારે 6થી 8માં 32 MM વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લા સહિત અનેક ગામોમાં વરસાદથી ખેડૂતો ખેતી કામમાં જોતરાયા છે. ડાંગરની રોપણી કાર્ય ચાલી રહ્યું છે.
અમરેલીમાં વરસાદી માહોલ
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જાફરાબાદમાં ધોધમાર વરસાદથી જળ બંબાકાર બન્યું છે. દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે.
ગીર સોમનાથમાં મેઘાની એન્ટ્રી
<
ગીર સોમનાથના ઉના ગ્રામ્યમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. બે દિવસના વિરામ બાદ ઉના તેમજ ગીર ગઢડામાં વરસાદ પડ્યો છે. સામતેર, ગાંગડા, રસલપુરા સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. કાળા વાદળાં વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બે દિવસ વિરામ બાદ પડ્યો છે. સામતેર, ગાંગડા, રસુલપરા, ટીંબી, વડબિયારા, ખાપટ, રગલી તેમજ ધોકડવા, તુલસીશ્યામ ગીરમાં વર્ષા થઈ છે.
મોરબીમાં વરસાદ
મોરબીના હળવદમાં બફારાબાદ મોડી રાત્રે વરસાદ પડ્યો છે. 4થી 5 દિવસના વિરામ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
સાબરકાંઠામાં મોડી રાત્રિ વર્ષા થઈ
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 8માંથી 2 તાલુકામાં ગતરાત્રીએ છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. જેને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જોકે વરસાદ બંધ થતા પાણી ઓસરી ગયા હતા. પ્રાંતિજમાં પોણા 4 ઇંચ, તલોદમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
આ પણ વાંચો: દ્વારકામાં જમીનની લાલચમાં પિતાની કરી હત્યા
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અમદાવાદ મહાનગરને મહત્વપૂર્ણ ભેટ
આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ક્યાં સુધી ખરાબ રહેશે હવામાન?
