cyclone/ ‘બુરેવી’ વાવાઝોડુ તામિલનાડુના દરિયાકિનારે ત્રાટકયું, આવી હતી ઝડપ

‘બુરેવી’ વાવાઝોડુ તામિલનાડુના દરિયાકિનારે ત્રાટકયું છે. હવમાન વિભાગ દ્વારા આપવામાંઆવતી માહિતી પ્રમાણે આગામી 24 કલાક દરિયો તોફાની બન્યો રહેશે. જો કે, તામિલનાડુના અસરગ્રસ્ત વિસ્તારોમાં

Top Stories India
burevi 'બુરેવી' વાવાઝોડુ તામિલનાડુના દરિયાકિનારે ત્રાટકયું, આવી હતી ઝડપ

‘બુરેવી’ વાવાઝોડુ તામિલનાડુના દરિયાકિનારે ત્રાટકયું છે. હવમાન વિભાગ દ્વારા આપવામાંઆવતી માહિતી પ્રમાણે આગામી 24 કલાક દરિયો તોફાની બન્યો રહેશે. જો કે, તામિલનાડુના અસરગ્રસ્ત વિસ્તારોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તામિલનાડુ અને કેરળમાં ધોધમાર વરસાદ ચાલુ છે. અને સાથે સાથે 80 થી 100 કિ.મી.ની ઝડપે તોફાની પવન ફૂંકાઈ રહ્યા છે. દરિયામાં ઉંચા- ઉંચા મોજા ઉછળી રહ્યા છે. વાવાઝોડુ નબળુ પડી કાલે અરબી સુમદ્રમાં પહોંચશે તેવી જાણકારી ભારતીય હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી છે.

જાણીતી વેધર ફોરકાસ્ટ કંપની ‘સ્કયમેટ’એ જણાવ્યું છે કે, વાવાઝોડુ ‘બુરેવી’ તામિલનાડુના દરિયાકિનારે આજે સવારે ત્રાટકયું છે. દરિયો તોફાની બન્યો છે. તામિલનાડુ અને કેરળમાં ધોધમાર વરસાદ ચાલુ છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. 6 કલાક સુધી તામિલનાડુમાં વરસાદનું જોર રહેશે. ત્યારબાદ અસર ઓછી થઈ જશે. જો કે કેરળમાં વરસાદ ચાલુ રહેશે. હાલમાં તામિલનાડુના દરિયાકિનારાનો વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે.

વાવાઝોડાના પગલે રાજય સરકાર દ્વારા રજા જાહેર કરી દેવામાં આવી છે. વાવાઝોડુ ‘બુરેવી’ તામિલનાડુના દરિયાકિનારે ત્રાટકયું છે. આ વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ છે. જો કે વાવાઝોડાએ નોર્મલ વાવાઝોડા તરીકે દસ્તક દીધી હતી. 80 થી 100 કિ.મી. ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. આ વાવાઝોડુ નબળુ પડી ડીપ્રેશનના રૂપમાં પરીવર્તીત થઈ આવતીકાલે તા.5 ડિસેમ્બરના સવારે અરબીસમુદ્રમાં પહોંચી જશે.

આગામી 6 થી 7 કલાક બાદ તામિલનાડુમાં વરસાદની એકટીવીટી ઓછી થઈ જશે. પરંતુ કેરળમાં વરસાદનું જોર જોવા મળશે. 24 કલાક દરિયો તોફાની જોવા મળશે. જોરદાર પવન ફૂંકાવાની સાથે દરિયામાં ઉંચા મોજા ઉછળશે. કેરળમાં બુરેવી વાવાઝોડાની દહેશતને પગલે રાજયમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

વાવાઝોડાને પગલે પ્રશાસને બે હજારથી વધુ રહાત શિબિર શરૂ કરી દેવામાં આવે છે. તો પાંચ ડિસેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે. બુરેવી વાવાઝોડાની દહેશતને પગલે તામિલનાડુમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે.

પ્રધાનમંત્રી નરેંદ્રભાઈ મોદીએ પણ મુખ્યમંત્રી સાથે વાત કરીને તમામ જરૂરી મદદ માટેનું આશ્વાસન આપ્યું છે. તો તિરુવનંતપૂરમ, કોલ્લમ, પથનમથિટ્ટા, કોટ્ટાયમ, અલપ્પુઝામાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું કે, ચક્રવાત માટે બહાર પાડવામાં આવેલ હાઈ એલર્ટને ધ્યાનમાં રાખતા સશસ્ત્ર દળના પ્રતિનિધિઓ, તટરક્ષક, એનડીઆરએફ, જુદા જુદા વિભાગના પ્રમુખો, ડીજીપી અને મુખ્ય સચિવની સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને રણનીતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.

કેરળમાં  રાજય સરકારે પાંચ જિલ્લામાં આજે શુક્રવારે જાહેર રજાની જાહેરાત કરી છે. હવામાન વિભાગે ચક્રવાત ‘બુરાવી’ને લઈને હાઈએલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતની ચેતવણીને ધ્યાનમાં રાખીને કેળરમાં એનડીઆરએફની આઠ ટીમો તૈનાત કરવામાં આવી છે. એરફોર્સ અને નેવી ટીમો પણ એલર્ટ મોડ પર છે. 175 પરિવારોના 697 થી વધુ લોકોને રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા છે. જયારે 2489 અન્ય કેમ્પ બનાવવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…