@અમિત રૂપાપરા
Surat News: આજે વિજયાદશમીના પાવન અવસરે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. ત્યારે સુરત શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ દ્વારા પણ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરત, શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શસ્ત્ર પૂજન કાર્યક્રમ દરમિયાન રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા શાસ્ત્રોકત વિધિ અનુસાર શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ ગૃહ મંત્રીએ અશ્વોની પૂજા કરી હતી અને ત્યારબાદ પોતાની કારની પણ પૂજા કરી હતી.

વિજયાદશમીના અવસરે ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ખામીઓની સામે ખૂબીઓની શરૂઆત એટલે દશેરા. આશુરી શક્તિઓની સામે ધર્મનો વિજય એટલે દશેરો. મનમાં કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ, કોઈપણ પ્રકારની એકબીજા માટેની નકારાત્મક ભાવનાઓનો આજના દિવસે અંત લાવવો જોઈએ. આપણે સૌ દશેરાના દિવસે આપણા રાજ્યના સૌ નાગરિકો પોતાના પરિવાર જોડે અને પોતાના મિત્ર વર્તુળ જોડે રાજ્ય તમામ દિશામાં સકારાત્મક તરફ આગળ વધી. ગુજરાત રાજ્યના સૌ નાગરિકોને દશેરાની ખુબ ખુબ શુભકામનાઓ. મનમાં નકારાત્મકતાનો રાવણ સળગાવીને સકારાત્મક તા તરફ આજથી આપણે સૌ લોકો આગળ વધીએ.

ડ્રગ્સ સામેની કાર્યવાહી બાબતે હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ડ્રગ્સના રાવણને સળગાવવા માટે ગુજરાત પોલીસે દશેરાના મુહૂર્તની રાહ નથી. દરરોજ સવાર પડે છે એટલે ગુજરાત પોલીસે માત્ર ગુજરાતની ધરતી પર જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યના અનેક શહેરોમાંથી ડ્રગ્સરૂપી રાવણ પકડવાનું અને સળગાવવાની કામગીરી દેશના ઇતિહાસમાં કોઈપણ રાજ્યના કમ્પેરીઝનમાં બે વર્ષમાં ગુજરાત પોલીસે સફળતા પ્રાપ્ત કરી છે. પોલીસે ડ્રગ્સની સામે અભિયાન નથી ચલાવ્યું પરંતુ ડ્રગ્સ સામે જંગ છેડી છે અને આ ડ્રગ્સની જંગને સંપૂર્ણ રીતે સાફ કરીને જંગ બંધ કરશુ તેવી હું સૌને ખાતરી આપું છું.

સામાજીક તત્વોને ચેતવણી આપતા ગૃહ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મારું એવું માનવું છે કે, ગત વર્ષથી આજ સુધી અનેક દાખલાઓ આપ સૌ લોકોએ નજરે જોયા છે એટલે કાયદામાં માત્ર એક જ વર્ષ રહેશો તો ફાયદામાં નહીં રહો પરંતુ ગુજરાતમાં તમામ લોકોએ કાયદામાં જ રહેવું પડશે અને કાયદામાંથી કોઈ પણ લોકો જો બોર્ડરને ઓળંગશૉ તો જરૂરથી નુકસાન થશે એટલે આ વર્ષે પણ હું કહું છું કે, કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. કોઈ પણ પ્રકારના કાયદા તોડશો તો ગુજરાત પોલીસ દુઃખ કોને થયું છે, વિકટીમ કોણ છે તે નહીં જુએ. કાયદો તોડનાર દરેક વ્યક્તિને સંપૂર્ણપણે સજાના થાય ત્યાર સુધી ગુજરાત પોલીસ તેની પાછળ જ રહેશે.
આ પણ વાંચો:પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી, એકનું મોત, કોંગ્રેસે કર્યા પ્રહાર- VIDEO
આ પણ વાંચો:સુરતીઓએ કાર અને બાઈકનો મનપસંદના નંબર મેળવવા RTOની તિજોરી છલકાવી
આ પણ વાંચો:ગરબામાં લોહીની છોળો ઉડી……બે સગાભાઈઓની સરાજાહેર રહેંસી નંખાયો
આ પણ વાંચો:દશેરાને લઈને આરોગ્ય વિભાગ જાગ્યો, અલગ અલગ દુકાનો પરથી લેવાયા ફાફડા જલેબીના સેમ્પલ

