જોધપુર,
આખરે, પ્રિયંકા ચોપરા અને નિક જોનસ પતિ પત્નિ બની હંમેશ હંમેશ માટે જીવનસાથી બની ગયા છે.જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં શનિવારે રાતે ખ્રિસ્તી વિધી પ્રમાણે પ્રિયંકા અને નિક લગ્નગ્રંથીથી જોડાયા હતા.પ્રિયંકા અને નિકના મેરેજમાં 200 જેટલાં ખાસ આમંત્રિત મહેમાનો જોડાયા હતા.
પ્રિયંકા અને નિકે પ્રખ્યાત ડિઝાઇનર રાલ્ફ લોરેને ડિઝાઇન કરેલ વેડીંગ ડ્રેસ પહેર્યો હતો.રાલ્ફે તેના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું હતું કે બંનેના લગ્નનો ડ્રેસ તૈયાર કરવા બદલ તે ગર્વ અનુભવે છે.પ્રિયંકાએ ખ્રિસ્તીવિધી પ્રમાણે થતાં મેરેજમાં પહેરાતો લોંગ ગાઉન પહેર્યો હતો.
Congratulations to @PriyankaChopra and @NickJonas on the occasion of their wedding. Ralph Lauren is honored to have dressed the couple as well as the members of their wedding party.
Pictured here attending #RL50 earlier this fall, shortly following their engagement announcement. pic.twitter.com/9jAZC5vVYz
— Ralph Lauren (@RalphLauren) December 1, 2018
દુનિયાના જાણીતા ગ્લેમર મેગેઝીન વોગે તેના ટ્વીટર એકાઉન્ટ પર આ લગ્નની જાહેરાત કરી હતી.
.@priyankachopra and @NickJonas are married! To commemorate the occasion, the newlyweds are the stars of Vogue’s first-ever digital cover, featuring two scenes, captured on #Pixel3 with @madebygoogle. See both here: https://t.co/Q8N5Kws6BG pic.twitter.com/87ceqXMWnL
— Vogue Magazine (@voguemagazine) December 1, 2018
જો કે પ્રિયંકા અને નિકના લગ્નના ફોટોગ્રાફ્સ સામે આવ્યા નથી.મરેજમાં આવી રહેલાં મહેમાનોને પણ તેમનો મોબાઇલ વાપરવાની છુટ આપવામાં નહોતી આવી.આ શાહી લગ્નમાં ભાગ લેવા અંબાણી પરિવાર જોધપુર પહોંચ્યો હતો.મેરેજમાં પ્રિયંકા અને નિકના ઘરના સ્વજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.સલમાન ખાનની બહેન અર્પિતા પણ મેરેજમાં ભાગ લેવા સૌથી પહેલાં પહોંચી હતી.
પ્રિયંકા અને નિકના 2 ડિસેમ્બરે રવિવારે હિન્દુ વિધીથી લગ્ન થશે.લગ્ન બાદ પ્રિયંકા-નિકના બે રિસેપ્શન થશે.એક રિસેપ્શન દિલ્હીમાં અને બીજુ મુંબઇમાં થશે.
