Adverse Weather/ દુબઈમાં ભારે વરસાદને પગલે ભારત અને યુએઈ વચ્ચે 30થી વધુ ફ્લાઈટ્સ રદ

એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે એરલાઈન આગામી થોડા દિવસોમાં અસરગ્રસ્ત……….

India
Image 3 1 દુબઈમાં ભારે વરસાદને પગલે ભારત અને યુએઈ વચ્ચે 30થી વધુ ફ્લાઈટ્સ રદ

New Delhi:  UAEમાં ભારે વરસાદને કારણે મંગળવાર અને બુધવારે એમ બે દિવસ ભારત અને દુબઈ વચ્ચે ચાલતી 30 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. તેમાં એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, ઈન્ડિગો, અમીરાત(એમિરે્ટ્સ) અને સ્પાઈસ જેટ એરલાઈન્સની ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. ગલ્ફ દેશોમાં ભારે વરસાદને કારણે જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

28 Indian flights cancelled as heavy rain, storm cause travel chaos in Dubai

એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે એરલાઈન આગામી થોડા દિવસોમાં અસરગ્રસ્ત મુસાફરોને અન્ય ફ્લાઈટ્સમાં સમાવી લેવા અને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાને પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

Dubai floods: 28 Indian flights cancelled; Emirates halts check-ins due to heavy rainfall. What we know so far | Mint

ઉપરાંત, એરલાઇન 16 અને 17 એપ્રિલ માટે માન્ય ટિકિટ ધરાવનારા મુસાફરોને વન-ટાઇમ ચેન્જ ડેટ ફ્લેક્સિબિલિટી પ્રદાન કરી રહી છે જેથી તેઓ ટિકિટની માન્યતા અવધિમાં ભવિષ્યની તારીખો પર તેમની ફ્લાઇટ્સ ફરીથી શેડ્યૂલ કરી શકે. એરલાઇન નાગરિકોને ફૂલ રિફંડ અને રિશેડ્યુલિંગનો વિકલ્પ આપે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જલગાંવની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 17 કામદારો ઘાયલ

આ પણ વાંચો: મહિલા કોન્સ્ટેબલ અને પુરુષ કોન્સ્ટેબલના શંકાસ્પદ અવસ્થામાં મળ્યા મૃતદેહ

આ પણ વાંચો: પ્લેનમાં જૂતા ઉતારી ટેબ્લેટ ખોલીને વડાપ્રધાન મોદીના રામલલાને ઓનલાઈન પ્રણામ