Education/ રાજ્યભરમાં આજથી કોલેજો શરુ, આવી હશે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા 

રાજ્યભરમાં આજથી કોલેજો થશે શરુ, આવી હશે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા 

Top Stories Gujarat Others

રાજ્યમાં ૧૧ મહિના બાદ કોલોજો ફરી શરુ થઇ રહી છે. આજ રોજ 11 મહિના બાદ શૈક્ષણિક કાર્ય શરૂ  થઇ રહ્યું છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં આજથી પ્રથમ વર્ષ કોલેજોના વર્ગો શરૂ થશે. જીવલેણ કોરોના મહામારીને લઇ કોલેજોમાં છેલ્લા ૧૧ મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ હતું. ધોરણ 12 પાસ કર્યા પછી એક વર્ષથી કોલેજ જવાની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો. કોલેજો ફરી શરૂ થવાનુ જાણીને વિદ્યાર્થીઓને ઉત્સાહ પણ બેવડાઇ ગયો હતો.

Stock Market / શેરબજારમાં આજે તેજીનો માહોલ,  સેન્સેક્સ 473 પોઇન્ટના વધારા સાથે 51200 પર ખુલ્યો

કોરોનાના પગલે રાજ્યમાં ગત માર્ચ મહિનાથી શાળા અને કોલેજો વિદ્યાર્થીઓ માટે બંધ કરવામાં આવી હતી. નવા શૈક્ષણિક સત્રમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું. કોલેજો શરુ કરતા પહેલા દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવામાં આવી છે .વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. વર્ગખંડોમાં અને કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવવા વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ આકારમાં ગોઠવવામાં આવી છે. માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.હોસ્ટેલ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હોસ્ટેલના રૂમમાં બે થી વધુ વિદ્યાર્થી નહીં રહી શકે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…