Gandhinagar News: ગુજરાત ઈન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City)એ ગિફ્ટ ઈન્ટરનેશનલ ફિનટેક ઈન્સ્ટિટ્યૂટ (GIFT IFI) તથા ફિનટેક ઈન્ક્યુબેટર અને એક્સીલરેટર લોન્ચ કર્યું છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના સહયોગથી સ્થાપિત આ પ્લેટફોર્મ ફિનટેક શિક્ષણ, ઇનોવેશન અને સ્ટાર્ટ-અપની વૃદ્ધિ માટે ગ્લોબલ સેન્ટર બનવાની GIFT Cityની સફરમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.
GIFT IFI જાન્યુઆરી 2025માં ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરશે
આ પહેલ ફિનટેક લેન્ડસ્કેપને મજબૂત કરશે તથા ફાઇનાન્સિયલ ટેક્નોલોજી માટે પસંદગીના આંતરરાષ્ટ્રીય હબ બનવા તરીકે GIFTની સ્થિતિને મજબૂત કરશે. GIFT IFIનું સંચાલન અમદાવાદ યુનિવર્સિટી, IIT ગાંધીનગર અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ડિઆગોનું કન્સોર્ટિયમ કરશે. GIFT IFI જાન્યુઆરી 2025માં ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરશે, જે પ્રોફેશનલ્સને આધુનિક ફાઈનાન્સિયલ સેક્ટર માટે જરૂરી ઈન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબના કૌશલ્યોથી સજ્જ કરશે.
આ ઈન્સ્ટિટ્યૂટ આગામી પેઢીને વૈશ્વિક ફાઈનાન્સમાં કારકિર્દીના ઘડતર માટે જરૂરી ક્ષમતાઓ પૂરી પાડશે. તેની સાથે GIFT IFIH આવશ્યક સંસાધનો, નિષ્ણાંતોનું માર્ગદર્શન તથા સ્ટાર્ટ-અપ્સને નેટવર્કિંગની તકો પૂરી પાડવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. તેનાથી તેઓ સ્પર્ધાત્મક ફિનટેક લેન્ડસ્કેપમાં સફળતા હાંસલ કરી શકશે.
GIFT Cityના પ્રયાસોમાં એક મહત્વની સિદ્ધિ
આ પહેલ પાછળ GIFT Cityના વિઝનને રજૂ કરતા GIFT Cityના MD અને ગ્રુપ સીઈઓ તપન રે એ જણાવ્યું હતું કે “GIFT IFI અને GIFT IFIનું લોન્ચિંગ એ વિવિધ ઇનોવેટર્સને સપોર્ટ કરે તથા ભારતને ફિનટેક લીડર તરીકે સ્થાપે તેવી ગ્લોબલી-કનેક્ટેડ, સક્ષમ ઇકોસિસ્ટમ ઊભી કરવા તરફની GIFT Cityના પ્રયાસોમાં એક મહત્વની સિદ્ધિ છે.”
આ પહેલ વાઇબ્રન્ટ અને સમાવેશક ઇકોસિસ્ટમની રચના કરશે, જે ફિનટેક ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપને પ્રોત્સાહન આપશે, જેનાથી ભારતનું ફિનટેક સેક્ટર મજબૂત બનશે. કુશળતા વધારવા, રિસર્ચ સપોર્ટ અને સ્ટાર્ટ-અપ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને ગિફ્ટ સિટીનું લક્ષ્ય રોજગારીમાં વૃદ્ધિ, વર્કફોર્સ પ્રોડક્ટિવિટી અને ફાઇનાન્શિયલ ટેક્નોલોજીમાં ટેક્નોલોજીકલ પ્રગતિમાં યોગદાન આપવાનો છે.
GIFT IFI અને GIFT IFIH વિવિધ નિર્ણાયક લક્ષ્યાંકોને પહોંચી વળવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યા છે જે ભારતમાં ફિનટેક સેક્ટરને આકાર આપશે. પહેલા તે આંતરરાષ્ટ્રીય ઉદ્યોગના ધોરણો સાથે સંલગ્ન ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ઓફર કરશે અને સ્ટાર્ટ-અપ ઇન્ક્યુબેશન અને એક્સીલરેશન માટેનો માહોલ ઊભો કરશે. મહિલા ઉદ્યોગસાહસિકોને ટેકો આપવા પર ખાસ ધ્યાન આપવામાં આવશે અને વિવિધતાસભર પ્રતિભા અને પરિપ્રેક્ષ્યોને ઉત્તેજિત કરે તેવી સમાવેશક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં આવશે.
ઈનોવેશન ઉદ્યોગ ભાગીદારીઓને પ્રોત્સાહન
આ ઉપરાંત, આ પહેલ ફિનટેક સોલ્યુશન્સ બનાવવા માટે એપ્લાઇડ રિસર્ચ હાથ ધરશે જે શૈક્ષણિક સંશોધન અને ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચે રહેલા અંતરને પૂરશે. આ પહેલ ઇનોવેશન ક્ષમતા અને સેક્ટરની સ્પર્ધાત્મકતા મજબૂત બનાવે તેવી ઉદ્યોગ ભાગીદારીઓને પ્રોત્સાહન આપશે અને ગ્લોબલ ફિનટેક એક્સીલન્સ માટેના સેન્ટર તરીકે GIFT Cityની પ્રતિષ્ઠામાં વધારો કરશે.
આ પણ વાંચો: SBI GIFTમાં IIBXમાં પ્રથમ ટ્રેડિંગ-કમ ક્લીયરિંગ સભ્ય બની
આ પણ વાંચો: GIFT સિટી, IGX અને GSPC વૈશ્વિક હાઇડ્રોજન ટ્રેડિંગ માટે કરે છે સહયોગ
આ પણ વાંચો: GIFT સિટીનો વેગવંતો બનતો વિકાસઃ IFSCમાં 100માં ફંડને મંજૂરી
