Ahmedabad News/ સાણંદમાં ભાજપના નેતાએ ખેડૂતની કરોડો રૂપિયાની જમીન પચાવી

અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે આવેલ GIDCમાં રસ્તાની જગ્યા પર કથિત ભાજપના નેતાએ અધિકારીઓની મીલીભગતથી કરોડો રૂપિયાની જમીન પચાવી હોવાની ફરિયાદ દાખલ થઈ છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે આવેલ GIDCમાં રસ્તાની જગ્યા પર કથિત ભાજપના નેતાએ અધિકારીઓની મીલીભગતથી કરોડો રૂપિયાની જમીન પચાવી હોવાની ફરિયાદ દાખલ થઈ છે. સાણંદની જીઆઈડીસી જેને સેમિકન્ડક્ટરનું હબ માનવામાં આવે છે. જ્યાં અધિકારીઓ અને ભાજપના નેતાઓની મીલિભગતથી જમીન પર દબાણ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ખેડૂતને તેના ખેતરમાંથી જવા-આવવા માટે રસ્તો મંજૂર કરેલ હોવા છતાં રસ્તાની જગ્યા પર થયેલ દબાણ દૂર કરવામાં આવેલ નથી અને અધિકારીઓ પણ આ દબાણ અંગે કોઈ ખુલાસો કરતા નથી.

અરજદાર ખેડૂત દ્વારા પોતાના ખેતરમાંથી અવર-જવર કરવા માટે રસ્તાની માગણી કરતા જીઆડીસી દ્વારા રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ આ રસ્તા પર ભુમાફિયા દ્વારા દબાણ કરવામાં આવેલ છે. અરજદાર રમણભાઈ રામાભાઈ પ્રજાપતિની જમીનના સર્વે નં. 404 અને 405/2માં અવર-જવર માટે રસ્તા માટે વીસીએમડી દ્વારા રોડ મંજૂર કરવામાં આવેલ. એ જ સર્વે નંબર પર અન્ય ખેડૂત દ્વારા 2018માં બીજા રસ્તાની માગણી કરતા તેને અંડર ટેકિંગથી આપી દેવામાં આવેલ.

આમ ઉપરોક્ત સર્વે નંબર પર બે રસ્તા મંજૂર થયેલ. જેમાં એક રસ્તો ગેરકાયદેસર રીતે GIDCના અધિકારીઓ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. અરજદાર રમણભાઈ રામાભાઈ પ્રજાપતિનો જે રસ્તો મંજૂર થયેલ છે તેના પર સ્થાનિક ભુમાફિયા દ્વારા ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા છે, જેમાં જીઆઈડીસીના અધિકારીઓની પણ મીલિભગત હોઈ અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

અધિકારીઓ દ્વારા RTIની અરજીમાં ઉડાઉ જવાબ

આરટીઆઇના જવાબમાં અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે માહિતી અત્રે ઉપલબ્ધ નથી. જીઆઈડીસી સાણંદમાં જીઆઈડીસીના ઘમંડી અધિકારીઓ આવી ઘણી આરટીઆઇનો જવાબ આપતા નથી. શું આરટીઆઇના કાયદાના અમલમાં જીઆઈડીસીને બાકાત રાખવામાં આવી છે? જો માહિતી નથી અને ફાઈલ ગુમ થઈ છે તો જીઆઈડીસી દ્વારા પોલીસમાં FIR કેમ નથી કરતા? જો FIR કરવામાં આવે તો જૂના અધિકારીઓના ઘણા ગોટાળા બહાર આવે તેમ છે. કહેવાય કે જીઆઈડીસીના જે તે સમયના અધિકારીઓ સાથેની મીલિભગતમાં આવા કાળા કૃત્યોની ફાઈલો ગાયબ કરી દેવાઈ છે. આવો જ કિસ્સો કોમન પ્લોટમાં પેટ્રોલ પંપ બંધાયો છે તેની ફાઈલ પણ મળતી નથી.

મુખ્ય સચિવને ફરિયાદ કરવામાં આવી

ભાજપના બની બેઠેલા સ્થાનિક નેતા અને જીઆઈડીસીના અત્યારના અધિકારીઓની સાંઠ-ગાંઠથી સાણંદ જીઆઈડીસીની ખાલી જગ્યામાં ગેરકાયદે કબજાઓ બે રોક ટોક ચાલી રહ્યા છે. ખેડૂતને અત્યારે અવર-જવર માટે કોઈ રસ્તો ન હોવાથી મુખ્ય સચિવને ફરિયાદ કરવામાં આવી છે. આના જવાબમાં જીઆઈડીસી તરફથી તરત કાર્યવાહી ચાલુ થઈ છે. અને આ માટે મંજૂરીના કાગળ જીઆઈડીસી દ્વારા ખેડૂત પાસેથી મંગાવવામાં આવેલ છે, જે ખેડૂત દ્વારા મોકલી આપવામાં આવેલ છે. જે રોડ મંજૂર થયેલો છે તેમાં અવરજવર અને અન્ય કામ ના કરવા જીઆઈડીસી આદેશ આપે છે જ્યારે અધિકારીઓના ખાસ વ્યક્તિ દ્વારા ગેરકાયદે કબ્જા અને બાંધકામ કરવામાં આવ્યું છે. તેના પર કોઈ કાર્યવાહી થતી નથી. જેને લઈને અધિકારીઓની મીલીભગત હોવાની શંકા સેવાઈ રહી છે, તેવું ઉદ્યોગ જગતમાં ચર્ચાઈ રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રૂ. 200 કરોડની સરકારી જમીન પચાવી પડાઈ, પહેલી વખત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ

આ પણ વાંચો: કરોડોની જમીન પચાવી પાડતી રાજ્યવ્યાપી ગેંગ સક્રિય, હર્ષ સંઘવીએ CID ક્રાઈમને તપાસ સોંપી

આ પણ વાંચો: ગાંધીનગરમાં બોગસ દસ્તાવેજોને આધારે ખેડૂતની જમીન પચાવી પાડવાનું કાવતરૂ