Gandhinagar News: ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં ધાર્મિક સંસ્થા કે ગૌશાળા માટે ખેડૂતો પાસેથી જમીન પચાવી પાડી (Land Grabbing) સાધુઓને ઊંચા ભાવે વેચી છેતરપિંડી કરાયાના રાજ્યના અનેક શહેરોમાં ગુનાઓ નોંધાયા હતા. જેને અનુસંધાને ટોળકીઓને નેસ્ત નાબૂદ કરવા ગૃહ રાજ્યમંત્રી (Harsh Sanghvi) હર્ષ સંઘવીએ સીઆઈડી ક્રાઈમને (CID Crime) તપાસના આદેશ આપ્યા છે. ઉચ્ચ અધિકારીઓ પણ ઓર્ગેનાઈઝ્ડ ગેંગ (Organized Crime) સક્રિય હોવાનું જાણી ચોંકી ઉઠ્યા છે. ઠગાઈમાં સ્વામીનારાયણ સંપ્રદાયના જ સંત્સંગીઓએ જ તેમના સંપ્રદાયના લોકોને શિકાર બનાવતા સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
રાજ્યમાં ધાર્મિક સંસ્થા કે ગૌશાળા માટે જમીનની ઠગાઈ કરતી ગેંગ ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના બદઈરાદાથી સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓને જમીન કે ગૌશાળા માટે જમી વેચી ઠગાઈ કરાયાના અનેક ગુના નોંધાયા હતા. જેમાં નડિયાદ, સુરત, આણંદ, રાજકોટ, સાબરકાંઠા, વઢવાણ સહિતના શહેરોમાં ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. ગેંગએ ચોક્કસ મોડર ઓપરેન્ડીથી ઠગાઈ કરાયુ હોવાનું જાણી રાજ્યના ગૃહવિભાગે આ કેસની તપાસ CID ક્રાઇમને સોંપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
એવું જાણવા મળ્યું છે કે ટોળકી જમીન લે-વેચનું કામ કરતા હોય તેમને ચોક્કસ ગામ કે વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીન બતાવી સ્વામીનારાયણ સંસ્થાને ધાર્મિક સંસ્થા અને ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદવાની છે. સાધુઓ ખેડૂતો પાસેથી સીધી જમીન ખરીદી ન શકતા હોવાથી જે તે વ્યક્તિને જમીન ખરીદી અને સંસ્થાને વેચવા વચ્ચે મોટો નફો મળશે તેમ કહીને લાલચ આપીને જમીનની ખરીદી કરાવતા હતા.
આ વેચાણ કરાર કરાવી સ્વામીનારાયણ સંસ્થાના સાધુને જમીન બતાવવા હતા. તેમજ ખેડૂતને બાનાખત માટે કરોડો રૂપિયા અપાવતા હતા. એટલું જ નહીં, આ ગેંગ ખેડૂત જમીન વેચાણની ના પાડે છે તેમ કહી ખેડૂત અને સાધુ સાથે કરોડોની છેતરપિંડી આચરતી હતી. જેમાં અનેક લોકોને ટારગેટ કરાયા હતા અને ખુદ સ્વામીનારાયણ સંપ્રદાયના જ સંત્સંગીઓએ જ તેમના સંપ્રદાયના લોકોને શિકાર બનાવ્યા હતા. આમ, પ્રકારની મોડ્સ ઓપરેન્ડીથી ગુનાઓનું પ્રમાણ વધતા હવે તમામ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો:ગાંધીનગરમાં બોગસ દસ્તાવેજોને આધારે ખેડૂતની જમીન પચાવી પાડવાનું કાવતરૂ
આ પણ વાંચો:સુરતના ડુમસના જમીન કૌભાંડની તપાસમાં વિજિલન્સે ઝુકાવ્યું
આ પણ વાંચો:ખેડૂત પાસેથી જમીન પડાવવા જતાં વ્યાજખોરે જેલના સળિયા ગણવા પડશે