@સચીન પીઠવા,મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
લીંબડી એસટી ડેપોની લીંબડી-ચુડા-રાજકોટ રૂટની લોકલ બસ અવારનવાર બંધ કરવામાં આવતા મુસાફરોમાં રોષ ભભૂકી ઉઠયો છે. લીંબડી-રાજકોટ એસટીમાં અપડાઉન કરતા 15થી વધુ ગામના પેસેન્જરોએ એસટી વિભાગના ગેરવહીવટની સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
લીંબડી એસટી ડેપોની વર્ષોથી ચાલતી લીંબડી-ચુડા-રાજકોટ રૂટની લોકલ બસ છેલ્લા દસેક દિવસોથી છાશવારે બંધ કરી દેવામાં આવી રહી છે. લીંબડી, ચુડા, સાયલા અને ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થઈ રાજકોટ જતી એકમાત્ર એસટી બસ કોઈપણ કારણ કે જાણકારી આપ્યા વગર અવારનવાર બંધ કરી દેવામાં આવતા રઝળી પડેલા મુસાફરોમાં લીંબડી એસટી વિભાગના વહીવટદારો સામે રોષ ભભૂકી ઉઠયો છે.
રાજકીય કાર્યક્રમ હોય કે લગ્ન પ્રસંગ ગમે ત્યારે એસટી બંધ કરવાની વાત હોય તો પહેલા લીંબડી-રાજકોટ લોકલ રૂટની બસ જ બંધ કરાતી હોવાનો 15થી વધુ ગામના મુસાફરોએ આક્ષેપ લગાવ્યો છે. લગ્નની સીઝન ચાલતી હોવાથી પાંદરી, કારોલ, ચોકડી, કોરડા, સુદામડા, ખીટલા, ધજાળા, કરાડી, ધાંધલપુર, ટીટોડા, સાપર, હડાળા બોર્ડથી ચોટીલા અને રાજકોટ સુધી અનેક ગામોના મુસાફરોએ લીંબડી એસટી ડેપો મેનેજરના અણઆવડત ભર્યાં વહીવટને કારણે વ્યાવહારિક કામો ટલ્લે ચડ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
લીંબડી-ચુડા-રાજકોટ રૂટની એસટી અવારનવાર બંધ રહેવાને કારણે ગ્રામીણ વિસ્તારોથી ચોટીલા અને રાજકોટ નોકરી અને ધંધા માટે અપડાઉન કરતા લોકોની રોજગારી ખતરામાં મુકાઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. લીંબડી-રાજકોટ લોકલ રૂટની બસને નિયમિત કરવામાં નહીં આવે તો 15થી વધુ ગામના મુસાફરોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ટંકારમાં મોડી રાત્રે થઈ ચોરી, પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે ઊભા થયા સવાલ
મોરબીના ઘૂટુ રોડ પર યુવાનનું અગમ્ય કારણોસર દાઝી જતા થયું મોત
રાજ્યના વાતાવરણમાં એકાએક આવ્યો પલટો, ધરતીપુત્રોની વધી ચિંતા, જાણો ક્યાં પડ્યો વરસાદ
એક જ પરિવારના ત્રણ બાળકોનાં ડૂબી જવાથી મોત, પરિવારમાં છવાયો માતમ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
