Amreli/ અમરેલી SOGએ હથિયારો હેરાફેરી કરતી કુખ્યાત ગેંગનાં 12 લોકોને અધધધ અસલા સાથે ઝડપ્યા

ગુજરાતને પણ ચંબલનાં(મધ્યપ્રદેશ)નાં પંથકે લઇ જવા અનેક ગેંગ કામ કરી રહી છે. ચંબલ કે MP-UP-બિહારનાં પંથે લઇ જવાનો મતલબ અહીં સ્પષ્ટ છે કે ગુજરાતમાં પણ આ વિસ્તારોની જેમ છુટથી

Gujarat Others

ગુજરાતને પણ ચંબલનાં(મધ્યપ્રદેશ)નાં પંથકે લઇ જવા અનેક ગેંગ કામ કરી રહી છે. ચંબલ કે MP-UP-બિહારનાં પંથે લઇ જવાનો મતલબ અહીં સ્પષ્ટ છે કે ગુજરાતમાં પણ આ વિસ્તારોની જેમ છુટથી ગેરકાયદે હથિયારોનો ખોફ ફેલાવી ગેરકાયદે પ્રવૃતી અને લૂંટફાટ સહિતનાં ગુના આચરવા. આ કામ માટે ગુજરાતમાં વારંવાર પડોશી રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં હથિયારોની તસ્કરી કરવામાં આવે છે અને આ હથિયારોના સહેરે શાંત અને સમૃદ્ધ ગુજરાતને ચંબલ બનાવવાની કોશિશ કરવામાં આવે છે. આવો જ એક કારસો પોલીસ દ્વારા અમરેલી જીલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.

RMC: રાજકોટ મનપાની આઉટસોર્સ એજેન્સીની દાદાગીરી, કર્મચારી વેક્સિન લે તો જ આપાશે પગાર

અમરેલી પોલીસે હથિયારોની હેરાફેરી ઝડપી પડી છે. અમરેલી SOG પોલીસે મધ્યપ્રદેશની કુખ્યાત ગેંગના 12 લોકોને ઝડપ્યા છે અને આ ગેંગ પાસેથી અધધધ 7 પિસ્તોલ અને 35 કાર્તિઝ પણ મળી આવ્યા છે. મધ્યપ્રદેશની આ કુખ્યાત ગેંગને અમરેલી પોલીસે ગીરનાં જંગલ નજીક આવેલા જીરા ગામ નજીકથી ઝડપી પાડ્યા છે. જો કે, પોલીસ દ્વારા આપવામાં આવતી પ્રાથમિક માહિતી પ્રમાણે પોલીસને આશંકા છે કે, આ કુખ્યાત ગેંગની સાથે જરુરથી સ્થાનિક લોકોની પણ સંડોવણી હોવી જ જોઇએ અને તે મહદ અંશે સામે આવી રહી છે.

Political / સી આર પાટીલના એક નિર્ણયે અનેકના સપના પર પાણી ફેરવ્યું  

કહી શકાય કે, અમરેલી પોલીસને મધ્યપ્રદેશની કુખ્યાત ગેંગના 12 લોકોને ઝડપ્યા સાથે જ એક મોટી સફળતા મળી છે અને મધ્યપ્રદેશની કુખ્યાત ગેંગના આરોપીઓને ઝડપી આંતર રાજ્ય ગેંગનો પર્દાફાશ કરવામાં અને આ પ્રકારનાં અનેક ગુનાહોને ઉકેલ લાવવામાં પણ સફળતા મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…