અમદાવાદ/ શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટમાં આપઘાત, જવાને માથામાં ગોળી મારી કર્યું મોતને વ્હાલું

શાહીબાગ કોન્ટોનમેન્ટમાં આર્મી સિપાહીએ ડ્યુટીથી આવીને કપાળ વચ્ચે ગોળી મારી આપઘાત  કર્યો છે. પંજાબના ગૂરજઈપાલસિંગ શીખ 27 વર્ષના છે.

Ahmedabad Gujarat
શાહીબાગ
  • અમદાવાદમાં આર્મી જવાનનો આપધાત
  • રાયફલથી કપાળ પર ગોળી મારી કરી આત્મહત્યા
  • પંજાબના ગુરજજઈપાલસિંહે સિપાહીનો આપઘાત
  • શાહીબાગ કેન્ટોનમેન્ટમાં ફરજ બજાવતા હતા
  • સમગ્ર મામલે શાહીબાગે પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદમાં દિન પ્રતિદિન આપઘાતના બનાવ સામે આવતા રહે છે. લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદમાં આર્મી જવાનને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. શહેરના શાહીબાગમાં આર્મી કેન્ટોનમેન્ટમાં ફરજ બજાવતા પંજાબના ગુરજઈપાલસિંઘ સિપાહીએ વહેલી સવારે ડ્યૂટી પરથી આવીને બાથરૂમમાં ઇન્સાસ રાઇફલથી કપાળના વચ્ચેના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :991 આવાસ માટે ફોર્મ ભરવા અને પરત કરવાની મુદ્ત સોમવારે પૂર્ણ

આ અંગે મળતી માહિતી અનુસાર,સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર શાહીબાગ કોન્ટોનમેન્ટમાં આર્મી સિપાહીએ ડ્યુટીથી આવીને કપાળ વચ્ચે ગોળી મારી આપઘાત  કર્યો છે. પંજાબના ગૂરજઈપાલસિંગ શીખ 27 વર્ષના છે. જેઓ કોન્ટોનમેન્ટમાં નાયક આર્મી સિપાહી તરીકે ફરજ બજાવતા હતા.  ગોળીનો અવાજ સાંભળીને રાત્રે કમલસિંઘ સિપાહી તેમની ડ્યૂટી પરથી ગાર્ડ રૂમમાં આવીને અબ્દુલ હમીદને કહ્યું હતું કે, 53 એન્જિનિયર ક્વાર્ટરમાં એક રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો, તેથી ત્યાં જઈને તપાસ કરી તો ગુરજઇપાલસિઘ મૃત હાલતમાં પડ્યા હતા.

આપને જણાવી દઈએ કે, તેમણે પોતાની જાતે ઇનસાસ રાઇફલથી કપાળના વચ્ચેના ભાગે ગોળી આપઘાત કરી લીધો છે, જેથી આ અંગે શાહીબાગ પોલીસને જાણ કરતા તેમણે આ બનાવની ફરિયાદ નોંધી આર્મી જવાને કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ હાથ ધરી છે. આ સાથે તેમના અન્ય સાથીદારોની પણ પુછપરછ હાથ ધરવામાં આવી છેે.

આ પણ વાંચો :ધંધુકામાં યુવકની હત્યા કેસમાં કાવતરૂ રચનાર મૌલવી સહિત 4 આરોપીની ધરપકડ

આ પણ વાંચો :I-Createના ઇલેકટ્રીક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું મુખ્યમંત્રીએ ઉદ્દઘાટન કર્યુ

આ પણ વાંચો :રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,131 કેસ નોંધાયા, જયારે 30ના મોત થયા

આ પણ વાંચો :યુએસ-કેનેડા બોર્ડર પર જીવ ગુમાવનાર ગુજરાતી પરિવારના મૃતદેહ ભારત પરત નહીં લાવી શકાય!