દિવાળીનો પર્વ છે ત્યારે ચોર ટોળકી પણ સક્રિય બની છે. અમદાવાદમાં જુદી-જુદી બે જગ્યા પર ચોરીની ઘટના સામે આવી છે. ચાંદખેડામાં જવેલરીની દુકાનમાંથી સોનાના દોરાની ચોરી કરવામાં આવી છે તો, તો બોડકદેવમાં પાર્ક કરેલી ગાડીમાંથી તસ્કરો 19 હજાર રૂપિયાનો સામાન ચોરી કરી છું થઇ ગયા છે.
ચાંદખેડા
અમદાવાદ ચાંદખેડા વિસ્તારમાં આવેલા એક જવેલરીના શો રૂમ માંથી બે પુરૂષોએ સોનાની ચેઈનની ચોરી કરી હતી. ચોરીની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છેકે ખરીદી કરવાના બહાને એક શખ્સ નજર ચૂકવીને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યો છે, અને તેની પાસે તેનો એક સાગરીત બેઠેલો છે જેને ચોરી કરેલી સોનાની ચેઈન આપી રહ્યો છે.
બોડકદેવ
શહેરના બોડકદેવ વિસ્તારમાં પાર્ક કરેલી ગાડીના કાચ તોડીને કારમાંથી ચોરી કરી છે. ગાડીના કાચ તોડી કારમાં રહેલી બેગ ની ઉઠાંતરી છે. તસ્કરો 19 હજાર રૂપિયાનો સામાન ચોરી ફરાર થઇ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
