Gujarat/ બહુચરજીનાં ચડાસણા પાટિયા પાસે ટોળકીએ અંદાજે 3 લાખ રૂપિયાની ચલાવી લૂંટ

ગુજરાતમાં લૂંટનાં કિસ્સા દિન પ્રતિદિન વધતા જોવા મળે છે, ત્યારે બહુચરાજીનાં ચડાસણા પાટિયા પાસે વધુ એક લૂંટ થયેલી હોવાનું જાણવા મળ્યું છે.

Gujarat Others
PICTURE 4 88 બહુચરજીનાં ચડાસણા પાટિયા પાસે ટોળકીએ અંદાજે 3 લાખ રૂપિયાની ચલાવી લૂંટ

ગુજરાતમાં લૂંટનાં કિસ્સા દિન પ્રતિદિન વધતા જોવા મળે છે, ત્યારે બહુચરાજીનાં ચડાસણા પાટિયા પાસે વધુ એક લૂંટ થયેલી હોવાનું જાણવા મળ્યું છે. લૂંટમાં હોલસેલનો વેપારી લૂંટાયો હોવાનું સુત્રોએ જણાવ્યુ છે.

પોલીસે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે, આ ઘટનામાં મહેસાણાનો હોલસેલનો વેપારી અહી લૂંટાયો છે. નંબર પ્લેટ વગરની બાઈક પર 3 ચોરની ટોળકીએ લૂંટ ચલાવી હતી. આ ચાલાક ટોળકી બાઈક કારને અથડાવી અને બાદમાં રકઝક શરુ કરી દીધી, જે દરમિયાન તેઓએ લૂંટ ચલાવી હતી. કારમાં પડેલી બેગ લઇને લૂંટારું ફરાર થઇ ગયા હતા. બેગમાં અંદાજે ૩ લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ટોળકીને શોધવાની તપાસ હાથ ધરી છે તેમજ બહુચારજીને જોડતા રોંડ પર નાકાબંધી કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત ગુનાખોરી વધી રહી છે. ઘણીવાર હાઇવે પર લૂંટાયા હોવાના સમાચાર સામે આવતા રહે છે. ત્યારે હવે પોલીસ ઉપર પણ દબાણ વધી ગયુ છે કે આવા લૂંટારાઓને પકડી એક દાખલો ઉભો કરે અને જનતાને બતાવે કે અમે છીએ ત્યા સુધી તમારે ડરવાની જરૂર નથી.

Election: અસદુદ્દીન ઓવૈસી સાથે મંતવ્ય ન્યૂઝે કરી ખાસ વાતચીત

Political: કોંગ્રેસ-પાસ વચ્ચે વધુ ગુંચવાયું કોકડું, અલ્પેશ કથીરિયાએ કહ્યું,- આગામી સમયમાં….

Political: અલ્પેશ ઠાકોરની બીજી ઇનિંગ શરૂ કરવાની ઘોષણા, શું મેળવી શકશે અગાઉનો રૂતબો..?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ