ભાજપ નેતા અલ્પેશ ઠાકોર દ્વારા ફરી એકવાર સક્રિય રાજકારણમાં પ્રવેશ અંગે સંકેત આપવામાં આવ્યા છે. બનાસકાંઠાના દાંતીવાડામાં અલ્પેશ ઠાકોરની સભા યોજાઈ હતી. જેમાં તેમણે હુંકાર કરતા ફરી એકવાર રાજકારણ માં બીજી ઇનિંગ શરુ કરવા ઘોષણા કરી છે.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, તેઓ ફરી એકવાર ક્રાંતિકારી ચેતના યાત્રા કાઢશે અને ઠાકોર સમાજને સંગઠિત કરશે. બનાસકાંઠાથી મધ્ય ગુજ. અને સૌરાષ્ટ્ર સુધી તેમની આ ક્રાંતિકારી યાત્રા કાઢવામાં આવશે.
વધુમાં તેમણે પહેલા જેવી તાકાતથી કામ કરવા ઠાકોર સેનાને આહવાન કર્યું છે. દાંતીવાડાનાં ઝાત ભાડલી ગામે કાર્યક્રમ યોજાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઠાકોર સમાજમાં રહેલી બદી અને સમાજના યુવાનોને રોજગાર અને શિક્ષિત બનવાના અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય-ઠાકોર સેનાનું સંગઠન બનાવી પોતાની પ્રથમ રાજકીય ઈનીંગની શરૂઆત કરી હતી. અલ્પેશ ઠાકોરને ઠાકોર સમાજ અને ઠાકોર સેનાએ બહુ જ માન-પાન આપ્યા હતા. ક્ષત્રિય-ઠાકોર સેનાના અધ્યક્ષ અને ઠાકોર ક્ષત્રિય સેના ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસની ટીકીટ ઉપરથી રાધનપુર ખાતેથી ચૂંટણી લડી હતી. અને વિજેતા પણ બન્યા હતા.
પરંતુ જુલાઈ ૨૦૧૯મ રાજ્યસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરનો ઝુકાવ ભાજપ તરફી વધી ગયો હતો. અને તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતી.
ત્યારબાદ યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાધનપુર બેઠક ખાતે જ તેઓ ભાજપમાંથી ઉમેદવારી નોધાવી હતી. અને કારમી હારનો સામનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે તેમની ઠાકોર સેના એ તેમને સાથે આપ્યો ના હતો. અને બસ ત્યારથી જ સુષુપ્ત રાજકારણમાં આવી ગયા હતા.
Political / ગુજરાત કોંગ્રેસમાં જુના જોગીઓએ વગર કાતરે વેતરાયા યુવા નેતા હાર્દિક પટેલને
Election / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણ સંગ્રામ, અમિત શાહ, ઓવૈસી અને સિસોદીયા ગુજરાતમાં
Election / જમાલપુરમાં કોંગ્રેસના MLA વિરુદ્ધ પોસ્ટરો, યુવા નેતાઓને ટિકિટ ન મળતા સ્થાનિકો નારાજ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
