બનાસકાંઠા/ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધતાં પાકોને નુકસાન, બનાસકાંઠાના ખેડૂતો ચિંતિત

બનાસકાંઠામાં ખેતી કરતા ખેડૂતો માટે હાલ ઠંડીએ જોર પકડતા ચિંતામાં મૂક્યા છે ખેડૂતો એ શિયાળો સિઝનમાં અનેક પાકોનું વાવેતર કર્યું છે.ખેડૂતોના પાકોને આમ તો ઠંડીની પણ એટલી જ જરૂરિયાત હોય છે

Gujarat Others
ખેડૂતો

ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે ઠંડા પવનો સાથે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠામાં પણ છેલ્લા ચાર દિવસથી ઠંડીનું પ્રમાણ વધતાં બરફના થર જામેલા જોવા મળે છે અને આ ઠંડીનું પ્રમાણ વધતાં ખેડૂતો ના પાકોને નુકસાન થવા પામ્યું છે. ખેડૂતોના તૈયાર થયેલા ના પાકો ઉપર હવે ઠંડીની અસર જોવા મળી રહી છે અને કાતિલ ઠંડીથી પાકો નષ્ટ થઈ રહ્યા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે.

આમ તો ઠંડી પાકો માટે સારી હોય છે. હળવી ઠંડી  પડે તો પાકો સારા થતાં હોય છે.પરંતુ હાલ માં કાતિલ ઠંડીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.ચારથી પાંચ દિવસથી બનાસકાંઠામાં દિવસેને દિવસે ઠંડી નું પ્રમાણ વધી રહ્યું છે. ઠંડા પવન સાથે કાતિલ ઠંડી પડી રહી છે બનાસકાંઠાની અડીને આવેલા માઉન્ટ આબુમાં માઇનસ છ ડિગ્રી જેટલું તાપમાન પહોંચ્યું છે. ત્યારે સરહદી વિસ્તાર બનાસકાંઠામાં પણ ઠંડીની મોટી અસર જોવા મળી રહી છે રાત્રિ દરમિયાન બરફના થર જામી જાય છે. ખેડૂતોનાં ખેતરોમાં પાકો ઉપર બરફ સવાઈ જાય છે.હાલમાં શિયાળુ સિઝનના પાકો તૈયાર થયા છે ત્યારે ઠંડીની અસરથી આ પાકોને પણ નુકસાન પહોંચી રહ્યું છે ખેડૂતોના ખેતરોમાં ઉભેલા દિવેલા રાયડો વરિયાળી રાજગરો જીરું સહિતના પાકો આ કાતિલ ઠંડી થી બળી રહ્યા છે. જિલ્લામાં શીત લહેરથી જન જીવન પર પણ અસર જોવા મળી રહી છે.

બનાસકાંઠામાં ખેતી કરતા ખેડૂતો માટે હાલ ઠંડીએ જોર પકડતા ચિંતામાં મૂક્યા છે ખેડૂતો એ શિયાળો સિઝનમાં અનેક પાકોનું વાવેતર કર્યું છે.ખેડૂતોના પાકોને આમ તો ઠંડીની પણ એટલી જ જરૂરિયાત હોય છે અને તે પ્રમાણે ઠંડી પડી રહી હતી પરંતુ છેલ્લા ચારેક દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઠંડીનું પ્રમાણ એટલું વધ્યું કે હવે બનાસકાંઠા જિલ્લામાં પણ ખેતરોમાં ખેડૂતોના પાક ઉપર બરફ સવાયેલો જોવા મળે છે અને જેના કારણે પાકો જે હોય છે તે આ બરફ પડવાથી પાણી પાકો ઉપર સવાઈ જવાથી પાકો નષ્ટ પામી રહ્યા છે દિવેલા નાં જે પાક હોય છે તેની કુંપળો બળી જતી હોય છે.

Untitled 34 5 ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધતાં પાકોને નુકસાન, બનાસકાંઠાના ખેડૂતો ચિંતિત

આ બરફના કારણે જ્યારે વરિયાળીમાં પણ તેના જે નાજુક છોડ હોય છે તેના વરિયાળીના દાણાના ફૂમતા પણ આ કાતિલ ઠંડીમાં બળી જતા હોય છે તો બટાકા રાયડો તેમજ શાકભાજી રાજગરા સહિતના પાકોમાં પણ આ રીતે વધારે પડતી ઠંડીના કારણે પાકોમાં નુકસાન થાય છે. ખેડૂતોને આ વખતે સારા પાકની પણ આશા સેવાઈ છે પરંતુ હજુ પણ જો વધારે ઠંડી પડે અને ઠંડા પવનો આવે તો પાકોને હજુ પણ વધુ નુકસાન થવાની ભીતી પણ સેવાઈ રહી છે.

બનાસકાંઠા નજીક આવેલા માઉન્ટ આબુમાં  ઠંડીની અસર જોવા મળતી હોય છે અને બરફ પણ છવાતો હોય છે પરંતુ આ વખતે કાતિલ ઠંડીથી બનાસકાંઠામાં પણ અમુક વિસ્તારોમાં બરફ જામતો જોવા મળી રહ્યો છે એટલે કે કાતિલ ઠંડીની એટલી બધી અસર છે કે બનાસકાંઠામાં પણ વહેલી સવારે બરફ જામેલો જોવા મળતું હોય છે અને ખેડૂતોને જે ઉભેલા પાક છે તેમાં ઠંડા પવનો તેમજ આ કાતિલ ઠંડીથી બરફ પાકોમાં જામે છે પાણી જામી જતું હોય છે અને તેના કારણે આ જે પાકો હોય છે તેઓ વિકાસ કરી શકતા નથી અને જેના કારણે ખેડૂતોના પાકો નષ્ટ પામે છે ખેડૂતોનું માનવું છે કે ઠંડી ની પાકો માટે  જરૂર  હોય છે.પણ જો વધારે ઠંડી પડે તો પાકોને હજુ વધાર નુકસાન થાય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો:ટેક્સટાઇલ વેપારીઓની મુશ્કેલી વધી, 55 કિ.થી વધુના પાર્સલને ન ઉઠાવવાનો નિર્ણય

આ પણ વાંચો:AMCની BRTS બસ ખોટના ખાડામાં, ત્રણ બજેટ વર્ષમાં રૂ.41 કરોડથી વધુ ખોટ

આ પણ વાંચો:સુરતમાં રમતા રમતા ટબમાં ડુબવાથી બાળકીનું મોત