Not Set/ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ફેવરીટ ટુરિઝમ સ્પોટ, રોજનાં ૩૦,૦૦૦ મુલાકાતીઓ

ભારતમાં પ્રવાસ પર્યટન માટે ઘણી બધી જગ્યાઓ છે અને આ જગ્યામાં એક નવી જગ્યા ઉમેરાઈ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી. ગુજરાતનાં નર્મદા જીલ્લામાં આવેલું દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. 182 મીટર ઉંચી પ્રતિમા લોખંડી પુરુષ સરદાર વલ્લભ પટેલને સમર્પિત છે. આ જગ્યા ટુરિસ્ટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ગુજરાત […]

Top Stories Gujarat India Trending
statueofunity7879 660 103118040509 સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ફેવરીટ ટુરિઝમ સ્પોટ, રોજનાં ૩૦,૦૦૦ મુલાકાતીઓ

ભારતમાં પ્રવાસ પર્યટન માટે ઘણી બધી જગ્યાઓ છે અને આ જગ્યામાં એક નવી જગ્યા ઉમેરાઈ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી. ગુજરાતનાં નર્મદા જીલ્લામાં આવેલું દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

182 મીટર ઉંચી પ્રતિમા લોખંડી પુરુષ સરદાર વલ્લભ પટેલને સમર્પિત છે. આ જગ્યા ટુરિસ્ટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

ગુજરાત ચીફ સેક્રેટરી જે એન સિંહ અને ટુરીઝમ પ્રિન્સિપલ સેક્રેટરી એસ જે હૈદરે જણાવ્યું હતું કે, છેલ્લાં અમુક દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારાઓની સંખ્યા રોજની ૩૦,૦૦૦ છે.

રીપોર્ટ અનુસાર 2.79 લાખ મુલાકાતીઓ મહિનામાં મુલાકાત લે છે. આ મુલાકાતીઓને ટીકીટ ખરીદવાની હોય છે. આ ટીકીટનાં વેચાણથી 6.38 કરોડ રૂપિયા એકઠા થયા હતા. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વડોદરા નજીક સાધુ બેટ નામના દ્વીપ પર 3.2 કિમી દૂર નર્મદા ડેમની સામે સ્થિત છે.

આ પ્રતિમાનું અનાવરણ દેશનાં વડાપ્રધાન મોદીનાં હસ્તે 31 ઓક્ટોબરના રોજ થયું હતું.