VISIT/ કિસાન આંદોલન વચ્ચે  PM મોદી પહોચ્યા દિલ્હીના ગુરૂદ્વારા રકાબગંજ સાહિબ, કહ્યું….  

એક તરફ દિલ્હી-એનસીઆરની સીમાઓ પર લગભગ 25 દિવસથી પંજાબ અને હરિયાણાના શીખ ખેડૂતો નવા કૃષિ કાયદાને નાબુદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યાં છે.  ત્યારે આ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ અચાનક દિલ્હીના ગુરૂદ્વારા રકાબગંજ સાહિબ પહોંચ્યાં હતાં.  અહીં તેમણે ગુરૂ તેગ બહાદુરને નમન કરતા શિશ ઝુકાવ્યું હતું. ત્યારે કેટલાંકે પીએમની આ મુલાકાતને વિરોધ કરી રહેલા શીખ […]

Top Stories India
TEMPLE VIZIT 13 કિસાન આંદોલન વચ્ચે  PM મોદી પહોચ્યા દિલ્હીના ગુરૂદ્વારા રકાબગંજ સાહિબ, કહ્યું....  

એક તરફ દિલ્હી-એનસીઆરની સીમાઓ પર લગભગ 25 દિવસથી પંજાબ અને હરિયાણાના શીખ ખેડૂતો નવા કૃષિ કાયદાને નાબુદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યાં છે.  ત્યારે આ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ અચાનક દિલ્હીના ગુરૂદ્વારા રકાબગંજ સાહિબ પહોંચ્યાં હતાં.  અહીં તેમણે ગુરૂ તેગ બહાદુરને નમન કરતા શિશ ઝુકાવ્યું હતું. ત્યારે કેટલાંકે પીએમની આ મુલાકાતને વિરોધ કરી રહેલા શીખ ખેડૂતોને એક સંદેશ આપવાનો પ્રયત્નના ભાગ રૂપે પણ જોવામાં આવી રહી છે.

PM Modi visits Gurudwara Rakab Ganj Sahib in New Delhi, pays tribute to  Guru Teg Bahadur - The Economic Times Video | ET Now

નવા કૃષિ કાયદાને લઈને ખેડૂત સંગઠનોની નારાજગી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર સંભવ અવસરે નવા કૃષિ કાયદાને લઈને સ્થિતિ સાફ કરવાનો પ્રયાસ કરવાનો છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દિલ્હી સ્થિત ગુરૂદ્વારા રકાબગંજ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ગુરૂ તેગબહાદુરને શ્રદ્ધાંજલિ આપી હતી.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ અચાનક નક્કી થયો હતો. જ્યારે વડા પ્રધાન મોદી અહીં પહોંચ્યા તો કોઈ વિશેષ પોલીસ બંદોબસ્ત નહોતો તેમજ કોઈ પણ પ્રકારનું ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યુ નહોતુ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ અચાનક નક્કી થયો હોવાથી ગુરૂદ્વારાની આસપાસ કોઈ વિશેષ સુરક્ષા વ્યવસ્થા પણ નહોતી કરાઈ.

In Pictures: PM Modi's surprise visit to Gurudwara Rakab Ganj Sahib in Delhi

દિલ્હીનુ ગુરૂદ્વારા રકાબગંજ શીખનુ પવિત્ર સ્થળ છે. આ ગુરૂદ્વારા સંસદ ભવન નજીક આવેલુ છે. જેનુ નિર્માણ સન 1783માં થયુ હતુ. આ તે જ સ્થળ છે જ્યાં શીખોના નવમાં ગુરૂ ગુરૂ તેગ બહાદુરજી ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અહીં તેમના શિશવિહીન શરીરનો તેમના શિષ્ય લખી શાહ બંજારા અને તેમના પુત્રએ અંતિમ સંસ્કાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મુગલ શાસક ઔરંગઝેબે 11 નવેમ્બર 1675માં દિલ્હીના ચાંદની ચોકમાં ગુરૂ તેગબહાદુરનો શિરચ્છેદ કર્યો હતો. ગુરૂ તેગ બહાદુરનો જન્મ 1 એપ્રિલ 1621એ પંજાબના અમૃતસરમાં થયો હતો.

Amid Farmers' Protest, PM Modi Makes Unscheduled Visit To Gurudwara Rakab  Ganj Sahib, Pays Tribute To

ત્યારે ગુરૂદ્વારામાં શિશ ઝુકાવ પીએમ મોદીએ કહ્યુ કે આ ગુરૂ સાહિબની વિશેષ કૃપા છે કે, અમારી સરકારના કાર્યકાળમા અમે ગુરૂ તેગબહાદુર જીનો 400મો પ્રકાશ પર્વ મનાવીશુ. રકાબગંજ ગુરૂદ્વારાના દર્શનને લઈને પીએમ મોદીએ પોતાના ટ્વિટ સંદેશમાં જણાવ્યું હતું કે,  કે આજે સવારે મે ઐતિહાસિક ગુરૂદ્વારા રકાબગંજ સાહિબમાં પ્રાર્થના કરી, જ્યાં શ્રી ગુરૂ તેગબહાદુર જીના પવિત્ર શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હુ ઘણો ખુશ છુ, દુનિયાના લાખો લોકોની જેમ હુ પણ શ્રી ગુરૂ તેગબહાદુર જી ની કરૂણાથી પ્રભાવિત અને પ્રેરિત છુ.

In Pictures: PM Modi's surprise visit to Gurudwara Rakab Ganj Sahib in Delhi

એક તરફ દિલ્હી-એનસીઆરની સીમાઓ પર લગભગ 25 દિવસથી પંજાબના શીખ ખેડૂતો નવા કૃષિ કાયદાને રદ કરવાની માગને લઈને ધરણા પર બેસેલા છે. માનવામાં આવી રહ્યુ છે કે, પીએમનો આ ધાર્મિક પ્રવાસ શીખ ખેડૂતો સુધી એક સંદેશ આપવાનો પ્રયત્ન છે કે પછી સરકાર ખેડૂતો સાથે વાતચીતથી પીછે હટ કરી રહી છે.

બ્યૂરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ

મિશન બંગાળ / બંગાળામાં શાહની ઘમાકેદાર એન્ટ્રી, મમતા સરકારને લાગ્યો મોટો ઝ…

Politics / અમિત શાહે પશ્ચિમ બંગાળમાં કહ્યું – CAAના નિયમો બનાવવાન…

કામરેજ / સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચુંટણીના પરિણામ જાહેર જાણો કોણ…

સુરત / આત્મનિર્ભર કિન્નર : દાપુ માંગીને નહિ આવી રીતે ચલાવે છે ગુજરા…

Strange / કોરોનાની રસી મનુષ્યને મગરમચ્છ બનાવશે તો મહિલાઓને આવશે દાઢી, …

રાજકોટ / મુખ્યમંત્રી રૂપાણી કરશે આવતીકાલે 1200 કરોડના ખર્ચે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…