Not Set/ મુખ્યમંત્રી રૂપાણી કરશે આવતીકાલે 1200 કરોડના ખર્ચે નિર્માણાધીન રાજકોટ AIIMSનું ઇ-લોકાર્પણ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આવતીકાલે તા.21 ડિસેમ્બર સોમવારે બપોરે 12.30 કલાકે AIIMS રાજકોટ ખાતે એકેડેમિક સેશન 2020-21નો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ

Top Stories Gujarat Rajkot
rajkot

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આવતીકાલે તા.21 ડિસેમ્બર સોમવારે બપોરે 12.30 કલાકે AIIMS રાજકોટ ખાતે એકેડેમિક સેશન 2020-21નો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઈ- શુભારંભ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટને એઈમ્સ હોસ્પિટલની ફાળવણી કરવામાં આવી છે.1195 કરોડના ખર્ચે તૈયાર થનારા હોસ્પિટલનો માળખું પ્રથમ વખત જાહેર કરવામાં આવ્યું છે. અત્યાધુનિક સાધનોથી સજ્જ બિલ્ડીંગ બે વર્ષમાં નિર્માણ પામશે તેમજ 2021 સુધીમાં ઓપીડી શરૂ થાય તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

 

Politics / અમિત શાહે પશ્ચિમ બંગાળમાં કહ્યું – CAAના નિયમો બનાવવાન…

આ પ્રસંગે નવી દિલ્હીથી કેન્દ્રના આરોગ્ય રાજ્ય મંત્રી ઓનલાઈનના માધ્યમથી સહભાગી થશે. જ્યારે રાજકોટથી સાંસદો, AIIMS રાજકોટના ડાયરેક્ટર, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ જોડાશે. આ મેડિકલ કોલેજની શરૂઆત માટે 17 જેટલા પ્રોફેસરોની નિમણૂક પણ આપવામાં આવી છે આવતીકાલે વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરના પણ ઓનલાઇન વિધિવત સ્વાગત કાર્યક્રમ કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ રહ્યા છે. પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને પ્રેકટીકલ જ્ઞાન મળે તે માટે એનાટોમી, ફિઝિયોલોજી અને બાયોકેમેસ્ટ્રી સહિતના ત્રણ વિષયોનો અભ્યાસક્રમ શીખવવામાં આવશે. રાજકોટના ઘર આંગણે ગુજરાતના વિદ્યાર્થીઓને AIIMSની સેવા મળતા આપણા રાજ્યના વિદ્યાર્થીઓને દિલ્હી સુધી લાંબુ થવું નહીં પડે.

GUJARAT'S FIRST AIIMS OPERATIONAL IN RAJKOT BY OCTOBER 2022

કામરેજ / સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચુંટણીના પરિણામ જાહેર જાણો કોણ…

રાજકોટ એમ હોસ્પિટલના ડાયરેક્ટર શ્રમદીપ સિંહાના જણાવ્યા પ્રમાણે આ અત્યાધુનિક ભવનના નિર્માણ માટે AIIMS જોધપુરે માર્ગદર્શક બન્યું છે. અહીં અત્યાધુનિક હોસ્ટેલ ઉપરાંત અધ્યતન ક્લાસરૂમ નવનિર્માણ કરવામાં આવશે.
વર્ષ2020-21ની બેંચમાં MBBSના 50 વિદ્યાર્થીઓ જોડાશે. હાલમાં હંગામી રીતે AIIMS રાજકોટને PDU મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ રાજકોટના કેમ્પસમાં શરૂ કરવામાં આવી છે. જ્યારે નવનિર્મિત ભવન માટે રાજકોટના 201 એકર જમીનમાં 1195 કરોડના ખર્ચે તૈયાર થશે. હાલ એઈમ્સ હોસ્પિટલનું સિત્તેર ટકા કામ પૂર્ણ થયું છે, રાજકોટ મનપા દ્વારા આ કામ અને મર્યા બાદ જ તેમનું કન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવ્યું હતું અને આગામી જૂન 2022માં તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ જશે તેવી સંભાવના છે.

સુરત / આત્મનિર્ભર કિન્નર : દાપુ માંગીને નહિ આવી રીતે ચલાવે છે ગુજરા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…