હરિયાણામાં મહિનાનાં અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઇને ભાજપે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વચ્ચે હરિયાણાનાં ફતેહાબાદથી ભાજપનાં ઉમેદવાર દુધારામ બિશ્નોઇએ મતદારોને એક એવી વાત કરી દીધી છે જે એક ગર્ભીત ધમકી સમાન દેખાઇ રહી છે. શું તેમના ચૂંટાયા બાદ જ આ દરેક પ્રશ્નોનો ઉકેલ મળી શકશે, શું આ દરેક પ્રશ્નો એટલા માટે જ ઉભા કરવામાં આવે છે કે તેને ચૂંટણી ટાણે જનતા સમક્ષ મુકી વોટ મેળવી શકાય?
Dudaram Bishnoi, BJP candidate from Fatehabad (Haryana): Aap sab mujhe yahan se vidhayak bana ke bhejoge, nashe ki baat hai, education ki baat hai, motor waale aapko challan kar dein – ye jo chhoti-moti dikkaten hain, jab aapka beta MLA banega apne aap khatam ho jaenge. (09.10) pic.twitter.com/q9jTQcG34O
— ANI (@ANI) October 10, 2019
હરિયાણા ફતેહાબાદથી ભાજપનાં વિધાનસભાનાં ઉમેદવાર તરીકે ઉભા રહેલા દુધારામ બિશ્નોઇએ પોતાના નિવેદનમાં કહ્યુ કે, તમે મને અહીથી ધારાસભ્ય બનાવો, જો નશાની વાત હોય, એજ્યુકેશનની વાત હોય, મોટરવાળા તમારુ ચલણ કાપે, આ નાની-નાની અડચણો છે, જ્યારે તમારો દિકરો ધારાસભ્ય બની જશે તો આ દરેક અડચણોનો અંત આવી જશે. આપને જણાવી દઇએ કે, અહી બિશ્નોઇ ખુદને દિકરા તરીકે જનતા સમક્ષ રજૂ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
