Not Set/ મુંબઈ : BEST બસોની હડતાળ, ૮૦ લાખ મુંબઈવાસીઓ હેરાન

મુબઈ મોટા ભાગના મુંબઈવાસીઓ રોજબરોજની જિંદગીમાં મુસાફરી માટે લોકલ ટ્રેન કે બસનો ઉપયોગ કરે છે.મુંબઈની લાઈફલાઈન સમાન બેસ્ટ બસની સેવા મુંબઈમાં બે દિવસ માટે બંધ કરવામાં અવી છે. બેસ્ટ બસના કર્મચારીઓ ૨ દિવસની હડતાળ પર ઉતર્યા છે જેને લીધે લાખો મુંબઈવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. બેસ્ટ બસના એક અધિકારીએ જણાવ્યું કે શિવસેના સમર્થિત યુનિયન […]

Top Stories India Trending

મુબઈ

મોટા ભાગના મુંબઈવાસીઓ રોજબરોજની જિંદગીમાં મુસાફરી માટે લોકલ ટ્રેન કે બસનો ઉપયોગ કરે છે.મુંબઈની લાઈફલાઈન સમાન બેસ્ટ બસની સેવા મુંબઈમાં બે દિવસ માટે બંધ કરવામાં અવી છે. બેસ્ટ બસના કર્મચારીઓ ૨ દિવસની હડતાળ પર ઉતર્યા છે જેને લીધે લાખો મુંબઈવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

બેસ્ટ બસના એક અધિકારીએ જણાવ્યું કે શિવસેના સમર્થિત યુનિયન હડતાળથી અલગ થઇ ગઈ છે. જો કે આ હડતાળ હોવા છતાં બેસ્ટની માત્ર ૫ બસ આજે સવારથી રસ્તા પર દોડી રહી છે.

બેસ્ટના ૩૨,૦૦૦થી પણ  વધારે કર્મચારીઓ પગાર વધારાની માંગને લઈને મંગળવારથી બે દિવસની હડતાળ પર ઉતરી ગયા છે. રાજ્ય સરકારે બેસ્ટના કર્મચારીઓ જેમણે આ હડતાળ કરી છે તે લોકોને આંદોલન પૂરું કરવાની અને વાતચીત માટે આવવા માટે કહ્યું છે.

આ હડતાળના લીધે મુંબઈમાં બસની સેવા ઠપ થઇ ગઈ છે. તમને જણાવી દઈએ કે બેસ્ટ બસમાં રોજના ઓછામાં ઓછા ૨૫ લાખ લોકો મુસાફરી કરે છે. આ લોકો મુબઈવાસીઓ હડતાળના લીધે પ્રભાવિત થયા છે.મુંબઈમાં બેસ્ટ બસ એ લોકલ બસ પછીનું મુસાફરી કરવાનું સૌથી મોટું સાધન છે. આ બસમાં  આશરે ૮૦ લાખ યાત્રીઓ સફર કરે છે.