બાળકી પર દુષ્કર્મ/ પાંડેસરામાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો ,બાળકીને મારી નાંખવાની કોશિશ

પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની ચાર વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે તેણીની સાથે દુષ્કર્મ આચરવાના ઇરાદે બાળકીને પોતાની રૂમમાં લઇ જઇને રંજન બિસાલ નામના આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું.. બાળકીએ બૂમાબૂમ કરતા તેણીના ચહેરા, ગળા અને માથાના ભાગે ઇજા પહોંચાડીને મારી નાંખવાની કોશિશ કરી રૂમને તાળું મારી ભાગી છૂટ્યો હતો..આ બનાવ અંગે જાણ થતાં બાળકીના વાલીએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ બનાવમાં પોલીસે ગુનો નોંધીને બળાત્કારીની ધરપકડ કરી છે..

Gujarat Surat
Accused who raped a four-year-old girl was caught in Pandesara, tried to kill the girl

@દિવ્યેશ પરમાર

પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની ચાર વર્ષની બાળકીને પોતાની રૂમમાં ઉઠાવી જઇને પરિણીત પુરુષે દુષ્કર્મ આચર્યુ હતું. આ બનાવમાં પોલીસે ગુનો નોંધીને બળાત્કારીની ધરપકડ કરી છે. નરાધમે બાળકીને મારી નાખવાની કોશિશ કરી રૂમ ને તાળું મારી ભાગી છૂટ્યો હતો.

પાંડેસરા વિસ્તારમાં શ્રમજીવી પરિવાર વસવાટ કરે છે. ગત તા. ૧૧ના રોજ સાંજે શ્રમિકની ચાર વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે તેણીની સાથે દુષ્કર્મ આચરવાના ઇરાદે બાળકીને પોતાની રૂમમાં લઇ જઇને રંજન બિસાલ એ તેણીના કપડાં કાઢી નાંખીને શારીરિક સંબંધ બાંધતો હતો. એ સમયેબાળકીએ બૂમાબૂમ કરતા તેણીના ચહેરા, ગળા અને માથાના ભાગે ઇજા પહોંચાડીને મારી નાંખવાની કોશિશ કરી હતી. ઉપરાંત બળાત્કારી રંજને બિસાલે બાળકીનેરૂમમાં ગોંધી રાખીને દરવાજાને તાળું મારીને ભાગી છૂટ્યો હતો. આ બનાવ અંગે જાણ થતાં બાળકીના વાલીએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કારી રંજનની ધરપકડ હતી. પકડાયેલ રંજન કાપડના કારખાનામાં નોકરી કરે છે. તેમજ વતન યુપીમાં તેને પાંચ વર્ષની દીકરી અને પત્ની પણ છે ત્યારે પોતાની દીકરીની ઉંમરની બાળકી સાથે દુષ્કર્મ માં આચરતા લોકોમાં ફિટકાર જોવા મળી રહી છે


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.