અમદાવાદ/ ફ્રેન્ડને ડયૂટી સોંપી બોયફ્રેન્ડ સાથે ફરવા જવું મહિલા કોન્સ્ટેબલને પડ્યું ભારે, જાણો સમગ્ર ઘટના

અમદાવાદમાં VIP મૂવમેન્ટ રહી હતી તે દરમિયાન હથિયારી પોલીસ કર્મચારીઓને એરપોર્ટમાં ડયૂટી અપાઈ હતી. પોલીસ હેડ કવાર્ટરની હથિયારી પોલીસની એક મહિલા કોન્સ્ટેબલને એરપોર્ટ ઉપર ડયૂટી સોંપાઈ હતી. પરંતુ,

Ahmedabad Gujarat
મહિલા કોન્સ્ટેબલ

અમદાવાદ એરપોર્ટ પર VIP મૂવમેન્ટ ચાલતી હતી તેવા સમયે એક હથિયારી મહિલા કોન્સ્ટેબલ તેના બોયફ્રેન્ડ સાથે ફરવા જતી રહી હતી. મહિલા કોન્સ્ટેબલ તેની ફ્રેન્ડને ડયૂટી ઉપર મુકીને ગઈ હતી અને આ ફ્રેન્ડ ગન જમા કરાવવા ગઈ તેવા સમયે ભાંડો ફૂટયો હતો. ચર્ચાઈ રહેલી ઘટનામાં સત્ય જાણવા માટે તપાસ શરૂ કરાઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આપને જણાવી દઈએ કે આ ઘટનામાં માફી અપાયાની પણ ચર્ચા છે. કિસ્સો વધુ ચર્ચાતા તપાસ શરૂ કરાયાનું સૂત્રો કહે છે. અમદાવાદ પોલીસમાં ચર્ચાસ્પદ બનેલા કિસ્સા મુજબ, વિતેલા પખવાડિયા દરમિયાન અમદાવાદમાં VIP મૂવમેન્ટ રહી હતી તે દરમિયાન હથિયારી પોલીસ કર્મચારીઓને એરપોર્ટમાં ડયૂટી અપાઈ હતી. પોલીસ હેડ કવાર્ટરની હથિયારી પોલીસની એક મહિલા કોન્સ્ટેબલને એરપોર્ટ ઉપર ડયૂટી સોંપાઈ હતી. પરંતુ, બોયફ્રેન્ડ સાથે ફરવા જવાનું નક્કી થતાં મહિલા કોન્સ્ટેબલ તેની ફ્રેન્ડને પોતાની જગ્યા ઉપર મુકીને જતી રહી હતી.

આ દરમિયાન મહિલા કોન્સ્ટેબલની ફ્રેન્ડે ડયૂટી બજાવી હતી. મહિલા કોન્સ્ટેબલને સોંપાયેલી ગન પરત સોંપવા માટે આ ફ્રેન્ડ હેડક્વાર્ટરમાં ગઈ ત્યારે પકડાઈ ગઈ હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચર્ચાસ્પદ બનેલા આ કિસ્સામાં માફી અપાયાની પણ ચર્ચા છે. કિસ્સો વધુ ચર્ચાતા તપાસ ચાલી રહી હોવાનું સરકારી અધિકારીઓના સૂત્રોએ જણાવ્યું છે.

આ પણ વાંચો :અંકલેશ્વરમાં “ચોથી જાગીરનું ચિંતન” વિષય પર સેમિનાર ,પત્રકારત્વને ગણાવ્યું “મિરર ઓફ ધ સોસાયટી”

આ પણ વાંચો :અંજાર ખાતે રૂપિયા 24 લાખનો દારૂ ઝડપાયો

આ પણ વાંચો :અકસ્માતમાં ગુમાવ્યો હાથ પરંતુ હિંમત ના હારી : અમદાવાદના બાબુભાઈ પરમાર આજે પણ વહાવી રહ્યા છે જ્ઞાનની ગંગા

આ પણ વાંચો : લીંબડી રાજમહેલમાં ચોરી કરનાર તસ્કર ગેંગ ઝડપાઇ, ચોરીનો મુદ્દામાલ વેચવા પ્લેનમાં ગયાં હતાં દિલ્હી અને મુંબઇ