Not Set/ કલોલમાં આખલાનો આતંક

કલોલના પૂર્વ વિસ્તારમાં રખડતા આખલા અને ગાયો અવાર નવાર લોકોને શીંગડે ભરાવી ઘાયલ કરવાના બનાવો બની રહ્યા છે જેને લઈ લોકોને ફફડાટ વ્યાપી ગયો છે, બે આખલા તોફાને ચઢયા હતા . ગત રોજ સાંજના સુમારે અંકુર સોસાયટીના મેદાનમાંથી પસાર થતી વિમળાબેન દુર્ગાપ્રસાદ પ્રજાપતિ (ઉ.વ.૪૮)ને આખલાઓએ શીગડે ભરાવી ગંભીર રીતે ઘાયલ કરતા મહિલાને માથા તથા કમ્મરના […]

Gujarat

કલોલના પૂર્વ વિસ્તારમાં રખડતા આખલા અને ગાયો અવાર નવાર લોકોને શીંગડે ભરાવી ઘાયલ કરવાના બનાવો બની રહ્યા છે જેને લઈ લોકોને ફફડાટ વ્યાપી ગયો છે, બે આખલા તોફાને ચઢયા હતા .

ગત રોજ સાંજના સુમારે અંકુર સોસાયટીના મેદાનમાંથી પસાર થતી વિમળાબેન દુર્ગાપ્રસાદ પ્રજાપતિ (ઉ.વ.૪૮)ને આખલાઓએ શીગડે ભરાવી ગંભીર રીતે ઘાયલ કરતા મહિલાને માથા તથા કમ્મરના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓને તાબડતોબ સારવાર અર્થે કલોલની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અગાઉ પણ પૂર્વમાં લોકોને ઘાયલ કરવાના બનાવો બન્યા છે અને ગંભીર રીતે ઘલવાયેલા લોકોને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.