Ahmedabad News/ સિંધુભવનમાં AMTS બસ સ્ટોપ હટાવાયું, મનપાની કામગીરી પર સવાલો

અમદાવાદના સિંધુભવન વિસ્તારમાંથી AMTS bus stop ખસેડાતા વિવાદ ગરમાયો… ખાનગી કોમ્પ્લેક્સને લાભ પહોંચાડવાના આક્ષેપો વચ્ચે AMCએ તપાસના આદેશ આપ્યા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
AMCની કામગીરીથી કોને થયો ફાયદો? AMTS bus stop ખસેડાતા ચર્ચા

Ahmedabad News: અમદાવાદ મહાનગર પાલિકામાં ચૂંટણી પૂર્ણ થયા બાદ હજી સુધી નવા હોદ્દેદારોની નિમણૂક થઈ નથી. આવી સ્થિતિમાં હવે મનપાના વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. શહેરના સિંધુભવન વિસ્તારમાં આવેલ ટાઈમ્સ સ્ક્વેર સામેનું AMTS bus stop અચાનક હટાવી દેવાતા નવો વિવાદ ઊભો થયો છે.

ટાઈમ્સ સ્ક્વેર સામેનું AMTS bus stop હટાવાયું

મળતી માહિતી મુજબ, મૂળ સ્થાને આવેલા પાકા બસ સ્ટોપ (AMTS bus stop)નું બાંધકામ તોડી તેને આશરે 60થી 70 મીટર દૂર ખસેડવામાં આવ્યું છે. આ કામગીરી બાદ સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે કે બસ સ્ટોપ ખસેડવાથી પાછળ આવેલા ખાનગી કોમર્શિયલ કોમ્પ્લેક્સને ખુલ્લો ફ્રન્ટ વ્યુ મળી રહ્યો છે, જેના કારણે ખાનગી એકમને સીધો લાભ પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

સ્થળ પરથી સામે આવેલી વિગતો મુજબ, બસ સ્ટોપ (AMTS bus stop) હટાવવાની કામગીરી દરમિયાન વૃક્ષોને લગાવેલા ટ્રી-ગાર્ડ પણ દૂર કરી દેવામાં આવ્યા હતા. કેટલાક ટ્રી-ગાર્ડ ફેંકાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. ઉપરાંત સ્થળ પર બાંધકામના અવશેષો પણ જોવા મળતા જાહેર સંપત્તિના ઉપયોગ અને પર્યાવરણ સંબંધિત નિયમોના પાલન અંગે સવાલો ઊભા થયા છે.

આ મામલે AMTSના જનરલ મેનેજર પાંડે દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, બસ સ્ટોપ ખસેડવા માટે કોઈ સત્તાવાર મંજૂરી અથવા ફાઈલ પ્રક્રિયા થઈ હતી કે નહીં તેની તપાસ કરવામાં આવશે. સાથે જ આ નિર્ણય પાછળ કોણ જવાબદાર છે તે અંગે પણ માહિતી મેળવવામાં આવશે.

AMTS તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે તપાસ દરમિયાન જો કોઈ અનિયમિતતા સામે આવશે તો બસ સ્ટોપ (AMTS bus stop)ને ફરી મૂળ સ્થાન પર મૂકવામાં આવશે. સાથે જ તોડફોડ અને ફેરફાર પાછળ થયેલા ખર્ચની વસૂલાત જવાબદાર વ્યક્તિઓ પાસેથી કરવામાં આવશે.આ સમગ્ર ઘટનાએ AMCની કામગીરી, વહીવટી પારદર્શિતા અને જાહેર સુવિધાઓના સંચાલન અંગે નવી ચર્ચા જગાવી છે. સ્થાનિકોમાં પણ આ મામલે અસંતોષ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો:અમદાવાદમાં AMTS બસ ચાલકનો ગુસ્સો, ઝડપી ગતિથી અકસ્માત, વાહનને ટક્કર મારી…..

આ પણ વાંચો:અમદાવાદ: શિવરંજની ચાર રસ્તા પાસે AMTS બસ પર પથ્થરમારો

આ પણ વાંચો:AMTS બસ : કંડક્ટર દ્વારા મુસાફરો પાસેથી રુપીયા લઈ ટીકીટ નહીં આપવાનું કૌભાંડ