Not Set/ ગુજરાતીઓ બ્લેક મની જાહેર કરવામાં પણ અવ્વલ, ૪ મહિનામાં ઘોષિત કર્યું ૧૮,૦૦૦ કરોડ રૂ.નું કાળું નાણું

અમદાવાદ, આજથી લગભગ ૨ વર્ષ પહેલા એટલે કે ૨૦૧૬માં જૂન અને સપ્ટેમ્બર મહિનામાં મોદી સરકાર દ્વારા IDS સ્કીમ બહાર પાડવામાં આવી હતી. આ ઈનકમ ડિક્લેરેશન સ્કીમ હેઠળ સરકાર દ્વારા વધુ ઇન્કમ ધરાવતા લોકોને સ્વેચ્છાએ પોતાની બ્લેક મની જાહેર કરવા માટે જણાવવામાં આવ્યું હતું, ત્યારે આ સ્કીમમાં પણ ગુજરાતીઓએ મેદાન માર્યું છે. ચાર મહિનામાં કુલ ૧૮,૦૦૦ […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

આજથી લગભગ ૨ વર્ષ પહેલા એટલે કે ૨૦૧૬માં જૂન અને સપ્ટેમ્બર મહિનામાં મોદી સરકાર દ્વારા IDS સ્કીમ બહાર પાડવામાં આવી હતી. આ ઈનકમ ડિક્લેરેશન સ્કીમ હેઠળ સરકાર દ્વારા વધુ ઇન્કમ ધરાવતા લોકોને સ્વેચ્છાએ પોતાની બ્લેક મની જાહેર કરવા માટે જણાવવામાં આવ્યું હતું, ત્યારે આ સ્કીમમાં પણ ગુજરાતીઓએ મેદાન માર્યું છે.

ચાર મહિનામાં કુલ ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનું કાળું નાણું કર્યું ઘોષિત

ગુજરાતના લોકો દ્વારા વર્ષ ૨૦૧૬માં જૂન થી સપ્ટેમ્બર એટલે કે ચાર મહિનામાં કુલ ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનું કાળું નાણું ઘોષિત કરાયું છે. આ આંકડો દેશભરમાં ઘોષિત કરવામાં આવેલા કુલ ભાગનો ૨૯ ટકા છે.

gujarat-ahmedabad-gujaratis-disclosed-rupees-18000-crore-black-money-4-mths-rti

ગુજરાતીઓએ જાહેર કરેલા કાળા નાણા અંગેની માહિતીનો ખુલાસો એક RTI (રાઈટ ટુ ઇન્ફર્મેશન)ના જવાબમાં સામે આવી છે.

RTIનો જવાબ આપતા આયકર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “ગુજરાતમાં IDS સ્કીમ હેઠળ જૂન થી સપ્ટેમ્બર ૨૦૧૬ દરમિયાન ૧૮,૦૦૦ કરોડ રૂપિયાની બ્લેકમની ઘોષિત કરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ઈનકમ ડિક્લેરેશન સ્કીમ (IDS) હેઠળ સરકાર દ્વારા કુલ ૬૫,૨૫૦ કરોડ રૂપિયા ઘોષિત કરાઈ હતી.

૨ વર્ષ બાદ આપવામાં આવ્યો જવાબ

gujarat-ahmedabad-gujaratis-disclosed-rupees-18000-crore-black-money-4-mths-rti

જો કે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા આ RTIનો જવાબ અંદાજે ૨ વર્ષ પછી આપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૬માં અમદાવાદના પ્રોપર્ટી ડીલર મહેશ શાહ દ્વારા ઘોષિત કરાયેલી ૧૩,૮૬૦ કરોડ રૂપિયાની રકમ બાદ ભારત સિંહ ઝાલા નામના વ્યક્તિ દ્વારા ૨૧ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ RTI કરવામાં આવી હતી.

આયકર વિભાગ દ્વારા જાણકારી આપવાનો કરાયો હતો ઇનકાર 

gujarat-ahmedabad-gujaratis-disclosed-rupees-18000-crore-black-money-4-mths-rti

RTI એક્ટિવિસ્ટ ઝાલાએ જણાવ્યું હતું કે, “૨ વર્ષના સંઘર્ષ બાદ તેઓને આ જાણકારી હાંસલ થઇ છે. આ પહેલા મારા આવેદનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરાવવામાં આવ્યું અને ત્યારબાદ ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા RTIમો ગુજરાતી ભાષામાં અનુવાદ કરતા જાણકારી આપવાનો ઇનકાર કર્યો હતો.

આયકર વિભાગ હજી પણ સેવી રહ્યું છે ચૂપકીદી

બીજી બાજુ ઇન્કમટેક્સ વિભાગ હજી પણ નેતાઓ, પોલીસ અધિકારીઓ તેમજ સરકારી અમલદારોની આવક વિશે જાણકારી આપવાના મામલે ચુપકીદી સેવી રહ્યો છે.

જો કે ત્યારબાદ આ વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ ચીફ ઇન્ફર્મેશન કમીશન (CIC) દ્વારા રાજધાની દિલ્હીમાં આયકર વિભાગને માહિતી આપવાનો આદેશ કર્યો હતો.

૨૦૧૬માં IDS સ્કીમની કરાઈ હતી ઘોષણા
મહત્વનું છે કે, કેન્દ્રમાં સત્તારૂઢ મોદી સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં IDS સ્કીમની ઘોષણા કરી હતી. આ સ્કીમ હેઠળ જૂન થી સપ્ટેમ્બર ૨૦૧૬ દરમિયાન લોકોએ પોતાનું કાળુંનાણું જાહેર કર્યું હતું.