Surat News/ નાસિરનગર ડિમોલિશન મામલો: HCના આદેશ બાદ પુનર્વસન માટે સર્વે શરૂ, 59 અસરગ્રસ્ત પરિવારોને મળશે વૈકલ્પિક આવાસ

સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે (Nasirnagar Demolition Case) ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પાલિકાએ અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે સર્વે શરૂ કર્યો છે. 59 અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક આવાસ આપવાની પ્રક્રિયા હાથ ધરાશે.

Top Stories Gujarat Surat Breaking News
Nasirnagar Demolition Caseના પીડિતોને મળશે ઘર? HCના આદેશ બાદ પાલિકાનો સર્વે શરૂ

Surat News: સુરતના નાસિરનગર (Nasirnagar Demolition Case)માં થયેલા વિવાદિત ડિમોલિશન બાદ અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court )ના આદેશ બાદ પાલિકાનું સેન્ટ્રલ ઝોન તંત્ર હરકતમાં આવ્યું છે અને અસરગ્રસ્ત રહિશોની વિગતો એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગત 30 મેના રોજ નાસિરનગર (Nasirnagar Demolition Case) વિસ્તારમાં થયેલા ડિમોલિશન બાદ અનેક પરિવારો અસરગ્રસ્ત બન્યા હતા. આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટે અસરગ્રસ્ત લોકોને યોગ્ય વૈકલ્પિક આવાસ અને જરૂરી વ્યવસ્થા પૂરી પાડવા માટે પાલિકાને સૂચના આપી હતી.

Nasirnagar Demolition Case: હાઇકોર્ટના આદેશ બાદ પાલિકાની કાર્યવાહી

ડિમોલિશન (Nasirnagar Demolition Case) બાદ શરૂઆતમાં પાલિકા દ્વારા પોતાની સીધી સંડોવણી ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ પાલિકા કમિશનર દ્વારા મામલામાં પાલિકાની ભૂમિકા હોવાની વાત સ્વીકારવામાં આવી હતી. આ બાદ સમગ્ર મુદ્દો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.હાઇકોર્ટે નાસિરનગરના અસરગ્રસ્ત રહિશોને યોગ્ય પુનર્વસન આપવા અને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરવા માટે પાલિકાને નિર્દેશ આપ્યા હતા.

શરૂઆતમાં માત્ર પિટિશનરોનો સર્વે કરાતા વિરોધ

હાઇકોર્ટના આદેશ બાદ જ્યારે પાલિકાની ટીમ સર્વે માટે નાસિરનગર પહોંચી ત્યારે શરૂઆતમાં માત્ર 26 પિટિશનરોનો જ સર્વે કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ થયો હતો. જેના કારણે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળ્યો હતો.બાદમાં સ્થાનિક કોર્પોરેટર અરશદ ઝરીવાલા, અસલમ સાયકલવાલા અને એડવોકેટ ધવલ રાણા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ પાલિકા તંત્ર દ્વારા તમામ અસરગ્રસ્ત પરિવારોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

59 અસરગ્રસ્ત પરિવારોને મળશે વૈકલ્પિક આવાસ

એડવોકેટ ધવલ રાણાના જણાવ્યા મુજબ, પાલિકાએ હાઇકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં નાસિરનગરમાં કુલ 59 ઘરો ડિમોલિશન થયા હોવાનું સ્વીકાર્યું છે. પાલિકા પાસે અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે 120 વૈકલ્પિક આવાસ ઉપલબ્ધ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. હવે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ પાત્ર પરિવારોને યોગ્ય પ્રક્રિયા મુજબ આવાસ ફાળવવામાં આવશે.

અસરગ્રસ્ત પરિવારોની નજર હવે પુનર્વસન પર

નાસિરનગરના અસરગ્રસ્ત પરિવારો હવે સર્વે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ક્યારે અને કેવી રીતે વૈકલ્પિક આવાસ મળશે તેની રાહ જોઈ રહ્યા છે. હાઇકોર્ટના આદેશ બાદ શરૂ થયેલી આ કામગીરીથી અસરગ્રસ્ત પરિવારોને રાહતની આશા જાગી છે.


આ પણ વાંચો:નાસિરનગરના રહેવાસીઓને મોટી રાહત! હાઈકોર્ટનો આદેશ, હવે નોટિસ વિના નહીં તોડાય મકાનો

આ પણ વાંચો:સુરત નાસિરનગર ડિમોલિશન કેસમાં હાઇકોર્ટ કડક, મનપાની કામગીરી પર ઉઠાવ્યા ગંભીર સવાલો

આ પણ વાંચો:સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા અયોગ્ય ડિમોલિશનને લઈને કોર્ટમાં અરજી