પ્રશંસા/ ટ્રાફિક પોલીસે સચિન તેંડુલકરના મિત્રની કેવી રીતે મદદ કરી,ટ્વિટ કરીને આભાર માન્યો

તેંડુલકરે કહ્યું કે હું  પોલીસને મળ્યો અને તેમની મદદ માટે આભાર માન્યો. તેમની જેમ આપણી આસપાસ ઘણા લોકો છે, જે ફરજથી આગળ વધીને બીજાને મદદ કરે છે

Top Stories India
SACHIN ટ્રાફિક પોલીસે સચિન તેંડુલકરના મિત્રની કેવી રીતે મદદ કરી,ટ્વિટ કરીને આભાર માન્યો

ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે  ટ્રાફિક પોલીસની ઉત્તમ કામગીરીની પ્રશંસા કરી છે, સચિને કહ્યું કે મારા અંગત મિત્રની જાન એટલા માટે બચી છે કે ટ્રાફિક પોલીસે તેમનું કામ પુરી નિષ્ઠા અને માવતાના મૂલ્યથી કર્યું ,આ ટ્રાફિક પોલીસની મુલાકાત કરી હતી અને તેમના સરાહનીય કામની પ્રશંસા કરી હતી,આ કિસ્સા અંગે સચિને ટ્વિટ કર્યું હતું અને લખ્યું કે આજે પણ આવા લોકોના કારણે દુનિયા એક સુંદર જગ્યા છે.

તેમણે લખ્યું, ‘થોડા દિવસો પહેલા મારા નજીકના મિત્રનો ગંભીર અકસ્માત થયો હતો. ભગવાનની કૃપાથી તે હવે સારો છે. જો કે, ટ્રાફિક પોલીસ કર્મચારીઓની સમયસર મદદને કારણે તે શક્ય બન્યું હતું. ટ્રાફિક પોલીસમેન)તરત જ ઘાયલ વ્યક્તિને ઓટોમાં હોસ્પિટલ લઈ ગયો. આ દરમિયાન તેણે ખાતરી કરી કે તેની કરોડરજ્જુને ગંભીર નુકસાન ન થાય તેની તકેદારી લીધી હતી.

 

 

તેંડુલકરે કહ્યું કે હું  પોલીસને મળ્યો અને તેમની મદદ માટે આભાર માન્યો. તેમની જેમ આપણી આસપાસ ઘણા લોકો છે, જે ફરજથી આગળ વધીને બીજાને મદદ કરે છે. આવા લોકોના કારણે જ દુનિયા સુંદર જગ્યા છે. આવી સેવા કરનારા લોકોનો આભાર માનવા માટે જનતાએ થોડો સમય કાઢવો જોઈએ. ટ્રાફિક પોલીસની કામગીરીની પ્રશંસા કરતા ભારતના ભૂતપૂર્વ બેટ્સમેને સામાન્ય લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી.