Ahmedabad-Murder/ અમદાવાદના નવરંગપુરામાં હત્યાનો બનાવ

અમદાવાદના નવરંગપુરામાં હત્યાનો બનાવ બન્યો છે. શીતલ આઇસક્રીમ પાસે હત્યાનો બનાવ બન્યો છે. હત્યા પાછી કોઈ વ્યક્તિગત અદાવતમાં કરવામાં આવી નથી, પણ આઇસક્રીમ લેવા જેવી નજીવી બાબતે હત્યા કરવામાં આવી છે.

Gujarat Ahmedabad Breaking News

અમદાવાદઃ અમદાવાદના નવરંગપુરામાં હત્યાનો બનાવ બન્યો છે. શીતલ આઇસક્રીમ પાસે હત્યાનો બનાવ બન્યો છે. હત્યા પાછી કોઈ વ્યક્તિગત અદાવતમાં કરવામાં આવી નથી, પણ આઇસક્રીમ લેવા જેવી નજીવી બાબતે હત્યા કરવામાં આવી છે. જીતેન્દ્ર દંતાણી નામના યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસે હત્યાના પગલે સગીરની ધરપકડ કરી છે અને કેસની તપાસ આદરી છે.

નવરંગપુરા જેવા ક્રીમ એરિયામાં સરેઆમ જાહેરમાં આ રીતે હત્યાનો બનાવ બનતા કેટલીય દુકાનોના શટર પડી ગયા હતા. ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. લોકોમાં નાસભાગ બચી ગઈ હતી અને ડરનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આરોપીને રિમાન્ડ હોમમાં મોકલી આપશે તેમ મનાય છે. આરોપી સગીરે ફક્ત ક્ષણિક આવેશમાં આવીને હત્યા કરી હોવાનું મનાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સ્માર્ટ સિટી વડોદરામાં ભરઉનાળે નદીઓ વહી, અધિકારીઓ ઘોર નિંદ્રામાં

આ પણ વાંચો:પાલનપુરમાં મહેશ્વરી પેપરમિલમાં ગેસ ગૂંગળામણથી 3 મજૂરોના મોત

આ પણ વાંચો:અમદાવાદમાં ગરમી વધતા તાવ, ઇન્ફ્લુએન્ઝા, કોવિડ જેવા ચેપી રોગોના કેસોમાં વધારો

આ પણ વાંચો:AMTSની બસ છે કે ‘યમદૂત’, એક દાયકામાં 171ને પહોંચાડ્યા યમસદન