Crime Branch/ અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાંથી દાગીના લૂંટતો રિઢો ગુનેગાર આખરે ક્રાઈમ બ્રાંચના હાથમાં

ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપી જોએબખાન બલોચની ધરપકડ કરી હતી. આરોપી સામે અગાઉ એલિસબ્રિજ, પાલડી, ઓઢવ, આનંદનગર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, વાડજ, ઇસનપુર, શાહીબાગ…

Gujarat
Gujarat Crime Branch

રવિ ભાવસાર (ક્રાઈમ રિપોર્ટર)

Gujarat Crime Branch: ગુજરાતના અમદાવાદ શહેરમાં આવતા જતા લોકોના ગળામાંથી સોનાના દાગીનાની ચીલ ઝડપ કરતા ચેન સ્નેચરને ક્રાઈમ બ્રાન્ચે રિવરફ્રન્ટથી ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અગાઉ પણ ચેન સ્નેચિંગમાં પકડાયો હતો. આરોપી જોએબખાન બલોચ પાસેથી દાગીના સહિત 80,000 ના મુદ્દામાલ સહિત 30,000ની તૂટેલી ચેન અને વાહન કબ્જે કરવામાં આવ્યા હતા. આરોપીએ પૂછપરછમાં જણાવ્યું કે, તેણે શાહીબાગ વિસ્તારમાં શાલીમાર ફ્લેટ નજીક જાહેર રોડ ઉપર ચાલતા જતા વ્યક્તિનો દોરો તોડયો હતો, જે વેચવા જતાં પકડાઇ ગયો હતો.

જણાવી દઈએ કે ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપી જોએબખાન બલોચની ધરપકડ કરી હતી. આરોપી સામે અગાઉ એલિસબ્રિજ, પાલડી, ઓઢવ, આનંદનગર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, વાડજ, ઇસનપુર, શાહીબાગ જેવા વિસ્તારો સહિતના પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા છે. આરોપીને અગાઉ પાસાની સજા પણ થયેલી છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી સોના દોરા તોડવાના ગુનામાં જેલમાંથી  પાંચ મહિના પહેલા જામીન ઉપર છૂટયો હતો

પકડાયેલો શખ્સ દરિયાપુર વિસ્તારમાં પોપટીયાવાડ, દાદામીયાની ગલી મામુજીનો ખાંચામાં રહેતા જોએબખાન નાદીરખાન બલોચ પાસેથી પોલીસે રૂપિયા 80 હજારનું સોનું કબજે કર્યું હતું  જેમાં ચેઇનના ટૂકડા પણ હતા.

આ પણ વાંચો: નવસારી/ ગણદેવીમાં પ્રદેશપ્રમુખ પાટીલે બે ધારાસભ્યોનાં આંતરિક વિવાદને સ્વીકારતા કરી આવી વાત….

આ પણ વાંચો: Entertainment/ નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની વિરુદ્ધ ફરિયાદ, કો-પ્રોડ્યુસરને 31 લાખ રૂપિયા આપવાનો ઇનકાર કર્યો

આ પણ વાંચો: Tweet/ એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી, લદ્દાખ સહિત આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા