Not Set/ મુંબઇ એન્ટિલિયા કેસમાં ગુજરાત કનેક્શન, મુંબઇ ATSએ કરી પાટણથી ધરપકડ

એન્ટિલિયા કેસમાં માં મુંબઈ પોલીસે પાટણનથી એક શખ્સની ધરપકડ કરી છે. મુંબઈ ATS એ પાટણથી કિશોર ઠક્કર નામના વ્યક્તિને ઝડપી પડ્યો છે

Top Stories Gujarat Others
harshad ribadiya 8 મુંબઇ એન્ટિલિયા કેસમાં ગુજરાત કનેક્શન, મુંબઇ ATSએ કરી પાટણથી ધરપકડ

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા કેસમાં ગુજરાત કનેક્શન સામે આવી રહ્યું છે. ગઈ કાલે અમદાવાદ માંથી સીમ કાર્ડ ખરીધ્યા હોવાનું સામે આવ્યા બાદ વધુ એક નવો ઘટસ્ફોટ થયો છે. એન્ટિલિયા કેસમાં માં મુંબઈ પોલીસે પાટણનથી એક શખ્સની ધરપકડ કરી છે. મુંબઈ ATS એ પાટણથી કિશોર ઠક્કર નામના વ્યક્તિને ઝડપી પડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ ATS ની કાર્યવાહી થી પાટણ જીલ્લા પોલીસ હજુ પણ અંધારામાં છે.

એન્ટિલિયા કેસમાં મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક જીલેટીન સ્ટીક ભરેલી બેગ સાથેની સ્કોર્પિયો કાર મળી આવી હતી. તેમે મુકેશ અંબાણી અને નીતા ભાભીને સંબોધિત કરતી એક ચીમકી ભરી ચિઠ્ઠી પણ હતી.  કેસની તપાસમાં બહાર આવ્યું હતું કે કાર મનસુખ હિરેન નામના વ્યક્તિની છે અને તેની પણ સંદીગ્તહાલતમાં લાશ મળી આવી હતી. જેની તપાસમાં 5 સિમકાર્ડ અમદાવાદથી એક્ટિવ થયાની ચોંકાવનારી વિગત બહાર આવી છે

હાલ જેલની હવા ખાઇ રહેલા આસિસ્ટન્ટ પોલિસ ઇન્સ્પેક્ટર સચિન વઝેએ આમાંનું એક સિમકાર્ડ ખરીદ્યું હતું. આ કેસના મૂળ સુધી પહોંચવા માટે મુંબઈ એટીએસની ટીમ અમદાવાદ પહોંચીને સિમકાર્ડ વેચનાર સુધી પહોંચી ગઈ છે.

મુંબઈ પોલીસે હત્યાકેસમાં જે બે આરોપીની ધરપકડ કરી છે તેમાં બુકી નરેશ ઘોરે પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મનસુખની હત્યા પહેલાં તેણે પાંચ સિમકાર્ડ અલગ-અલગ નામે અમદાવાદથી ખરીદ્યા હતા. આ સિમકાર્ડ ખરીદવાની સૂચના એનઆઈએ દ્વારા જેની ધરપકડ કરવામાં આવી તેવા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝેના કહેવાથી ખરીદ્યા હતા.

મુંબઈ એટીએસએ વધુ પુરાવા એકત્ર કરવા માટે અમદાવાદમાં આવી તપાસની ગતિને આગળ વધારી છે. જે પાંચ વ્યક્તિનાં નામે અમદાવાદથી સિમકાર્ડ ખરીદવામાં આવ્યાં હતા તેમને નરેશ ઘોર સાથે શું સંબંધ છે તેમજ સિમકાર્ડ વેચનાર દુકાનદારે સિમકાર્ડ એક્ટિવ કરતાં પહેલાં જરૂરી દસ્તાવેજી પુરાવા લીધા હતા કે નહીં,  તેની તપાસ થઇ રહી છે.