ડૂબી જવાથી મોત/ વલસાડમાં નદીમાં નહાવા પડેલા બે વિધાર્થીઓના ડૂબી જવાથી મોત,ચારને બચાવી લેવાયા

વલસાડમાં પાર નદીમાં છ વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાની ઘટના બનતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. નદીમાં છ વિદ્યાર્થી ડૂબ્યા હતા, જેમાંથી ચાર વિદ્યાર્થીઓને બચાવી લેવાયા હતા

Gujarat
Two students died

Two students died:   વલસાડમાં પાર નદીમાં છ વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાની ઘટના બનતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. નદીમાં છ વિદ્યાર્થી ડૂબ્યા હતા, જેમાંથી ચાર વિદ્યાર્થીઓને બચાવી લેવાયા હતા, જ્યારે બે વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે. આ વિદ્યાર્થીઓ નદીમાં નાહવા પડ્યા હતા. બે વિદ્યાર્થીઓના મોતથી પંથકમાં શોક ફેલાયો છે.

ઉલ્લેખનીય છે કે વલસાડ નજીકથી પસાર થતી પાર નદીમાં (Two students died) નહાવા પડેલા 6 વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા. જેમાંથી ચાર વિદ્યાર્થીઓને આબાદ બચાવી લેવાયા હતા. પરંતુ બે વિદ્યાર્થીઓના કમનસીબે મોત નીપજ્યા હતા. બનાવને પગલે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતા જ વલસાડ રૂરલ પોલીસ અને ફાયર બ્રિગેડની  ટીમો દોડતી થઈ ગઈ હતી. કોલેજના વિદ્યાર્થીઓ ના મોતને પગ લે પરિવારજનોમાં પણ આક્રંદ છવાયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર  વલસાડ ના અતુલ નજીકથી પસાર થતી પાર નદીના કિનારે કોલેજમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ નહાવા ગયા હતા. જેમાંથી 6 વિદ્યાર્થીઓ નદીમાં નહાવા પડ્યા હતા. પરંતુ થોડીવાર બાદ આ  વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા. બનાવની જાણ થતા જ આસપાસના લોકોએ તાત્કાલિક પહોંચી અને ચાર વિદ્યાર્થીઓને આબાદ બચાવી લીધા હતા. પરંતુ કમનસીબે બે વિદ્યાર્થીઓ નદી ના પાણી માં  ડૂબી ગયા હતા. આથી સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ વલસાડ રૂરલ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ ની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને આ વિસ્તારના નિષ્ણાત ચંદ્રપુરના તરવૈયાઓને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. આથી નદીમાંથી ડૂબી ગયેલા બે વિદ્યાર્થીઓના મૃતદેહ ને  બહાર કાઢવામાં આવ્યા હતા.  મળતી માહિતી મુજબ નદીમાં ડૂબનાર તમામ વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરતા હતા. જેમની યાદી પર એક નજર કરીએ તો.

ડૂબી જવાથી 2નાં મોત

પટેલ સાહિલ નીતિનભાઈ
 રહેવાસી વલસાડ અબ્રામા ઠાકોરજી પાર્ક
પરમાર અંકુર દશરથભાઈ
 રહેવાસી વાપી નું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.