Not Set/ અમરેલી : વાડિયામાં પ્રાથમિક ખેતાણી શાળાનો સ્ટોરેજ રૂમ ધરાસાઈ, મોટી જાનહાનિ ટળી

અમરેલીના વાડીયામાં પ્રાથમિક ખેતાણી શાળાનો જર્જરિત કાટમાળ વાળો એક સ્ટોરેજ રૂમ હતો. જે ગઈકાલે વરસાદના કારણે કાટમાળ ધરાશાયી થયો છે. આ સ્કૂલમા 13 ઓરડાઓ છે. જે સ્લેબ વાળા છે અને તેમાં વિદ્યાર્થીઓ પોતાનું ભાવિ ઉજ્જવળ બનાવવા માટે મહેનત કરે છે. ત્યારે આ એક સ્ટોરેજ રૂમ જે નળીયા વાળો જૂનો પડતર હતો અને જર્જરિત કાટમાળ હતું, […]

Top Stories Gujarat Others
અમરેલી શાળા અમરેલી : વાડિયામાં પ્રાથમિક ખેતાણી શાળાનો સ્ટોરેજ રૂમ ધરાસાઈ, મોટી જાનહાનિ ટળી

અમરેલીના વાડીયામાં પ્રાથમિક ખેતાણી શાળાનો જર્જરિત કાટમાળ વાળો એક સ્ટોરેજ રૂમ હતો. જે ગઈકાલે વરસાદના કારણે કાટમાળ ધરાશાયી થયો છે. આ સ્કૂલમા 13 ઓરડાઓ છે. જે સ્લેબ વાળા છે અને તેમાં વિદ્યાર્થીઓ પોતાનું ભાવિ ઉજ્જવળ બનાવવા માટે મહેનત કરે છે. ત્યારે આ એક સ્ટોરેજ રૂમ જે નળીયા વાળો જૂનો પડતર હતો અને જર્જરિત કાટમાળ હતું, તે ધરાસાઈ થઈ ગયો છે.

સદનસીબે કોઈ બાળકો સ્કૂલના લોબીમાં કે સ્ટોરેજ રૂમ પાસે ન હતા જેથી મોટી દુર્ઘટના સર્જાતા અટકી છે અને આ ઓરડાનું કાટમાળ ધરાસાઈ થયું તે અંગે ઉચકક્ષાએ પ્રિન્સિપાલ દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી છે.

ત્યારે આ પ્રાથમિક ખેતાણી શાળા ની મુલાકાતે ઉપસરપંચ પહોંચ્યા હતા. મુલાકાત દરમ્યાન પ્રિન્સિપાલ દ્વારા રજુઆત કરવામાં આવી કે સ્કૂલના મુખ્ય માર્ગમાં  મધ્યાનભોજનનો જર્જરિત ઓરડો હાલતમાં છે તે ઓરડો સ્કૂલના મુખ્ય માર્ગ પર જ આવેલ છે જે ઓરડો જર્જરિત હોવાથી મધ્યાનભોજન બાળકોમાટે રસોઈ બનાવવાના રૂમનું સ્થળાંતર ફેરવેલ છે

પરંતુ આ ઓરડો સ્કૂલના મુખ્ય માર્ગ પાસે આવેલો છે ત્યારે આ ઓરડાનું કાટમાળ ખાબકે તેવી પરિસ્થિતિમાં લબડી રહ્યું છે તે ઓરડાને ઉતારવાની રજૂઆતો પણ સામે આવી છે ત્યારે તંત્ર ક્યારે જાગશે અને આવી સ્કૂલોના જર્જરિત કાટમાળ ચેકકરાશે અને આવી રીતે બાળકોના ભાવિ ભવિસ્ય સાથે થતા ચેડાની તકેદારીઓ લેવાશેના વેધક સવાલો લોકોમાં ઉદભવી રહયા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.