Not Set/ Omicron ને લઇને દુનિયાનાં વેક્સિન નિર્માતાઓની શું છે તૈયારીઓ અને દાવાઓ?

દક્ષિણ આફ્રિકીમાં મળેલા કોરોનાનાં નવા વેરિઅન્ટ પછી દુનિયામાં ફરી એકવાર પ્રતિબંધોનો નવો સમય શરૂ થઇ ગયો છે. યાત્રા પર પ્રતિબંધથી લઇને બોર્ડર સીલ સુધીનાં પ્રતિબંધો તેમાં સામેલ છે.

Mantavya Exclusive
Omicron ને લઇને દુનિયાનાં વેક્સિન નિર્માતાઓની શું છે તૈયારીઓ

દક્ષિણ આફ્રિકીમાં મળેલા કોરોનાનાં નવા વેરિઅન્ટ પછી દુનિયામાં ફરી એકવાર પ્રતિબંધોનો નવો સમય શરૂ થઇ ગયો છે. યાત્રા પર પ્રતિબંધથી લઇને બોર્ડર સીલ સુધીનાં પ્રતિબંધો તેમાં સામેલ છે. તેની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે, શું હાલની વેક્સિન એમિક્રોન વેરિઅન્ટ પર કેટલી અસરકારક હશે. વેક્સિન નિર્માતાઓ ઓમિક્રોન વેરિઅન્ટને લઇને શું દાવાઓ કરી રહયા છે ? આવો તમને વિસ્તારથી સમજાવીએ…

આ પણ વાંચો – સંકટમાં ગુજરાત / રાજ્યમાં Omicron નાં દર્દીની વાંચો ટ્રાવેલ હિસ્ટ્રી, જામનગર-રાજકોટ બાદ શું અમદાવાદમાં હશે એન્ટ્રી?

ફાઇઝર વેક્સિન

ફાઇઝર વેક્સિન

અમેરીકાની ડ્રગ કંપની ફાઇઝરનાં CEO નું કહેવું છે કે, ફાઇઝરે ઓમિક્રોન વેરિઅન્ટને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમની કંપનીએ નવા વેરિઅન્ટની સામે ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. આ ટેસ્ટિંગથી એ ખબર પડી શકે કે આ વેરિઅન્ટ સામે તે અસરકારક છે કે નહી. જો કે તેમણે એવી આશા વ્યક્ત કરી છે કે, ફાઇઝરની એન્ટિવાયરલ પીલ પણ એમિક્રોન સામે અસરકારક હશે.

મોડર્ના વેક્સિન

મોડર્ના વેક્સિન

મોડર્ના વેક્સિન નિર્માતાનું કહેવુ છે કે, તેઓ આ નવા વેરિઅન્ટને લઇને બૂસ્ટર શોટ તૈયાર કરી રહ્યા છે. તેના વિશે મોડર્નાનાં ચીફ મેડિકલ ઓફિસરનું કહેવુ છે કે, જે લોકો વેક્સિન લગાવી ચૂકયા છે, તેઓ હજુ પણ સુરક્ષિત છે. તેવામાં જે લોકોએ વેક્સિન લીધી નથી, તેમને સલાહ છે કે, તેઓ કોવિડની વેક્સિન લઇ લે.

જોન્સન એન્ડ જોન્સન

જોન્સન એન્ડ જોન્સન

ઓમિક્રોન વેરિઅન્ટને લઇને જોનસન એન્ડ જોનસને પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોનસન એન્ડ જોનસન એમિક્રોન વેરિઅન્ટને લઇને, વિશેષ વેક્સિન બનાવવાની તૈયારી શરૂ કરી છે.

એસ્ટ્રેજેનેકા

એસ્ટ્રેજેનેકા

સ્વીડન અને બ્રિટનની કંપની એસ્ટ્રાજેનેકાએ કહ્યુ કે, તે ઓમિક્રોન વેરિઅન્ટની અસરને તપાસી રહી છે. કંપનીએ એવી આશા વ્યક્ત કરી છે કે, તેમની વેક્સિનમાં જે ડ્રગ છે, તે આ વેરિઅન્ટ સામે અસરકારક રહેશે. કંપનીએ એવું પણ કહ્યુ છે કે, હાલનાં સમયમાં તેઓ એન્ટીબોડી કોમ્બિનેશનનાં નવા વેરિઅન્ટ પર ટેસ્ટ કરી રહ્યા છે. જેમાં વાયરસની સામે બે શક્તિશાળી એન્ટિબોડી સામેલ છે.

સ્પૂતનિક-વી

સ્પૂતનિક-વી

રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટટ ફંડ ગામલેયા સેન્ટર દ્વારા બનાવવામાં આવેલી, સ્પૂતનિક વેક્સિનને ઓમિક્રોનની સામે અસરકારક ગણાવાઇ રહી છે. જો કે એવો પણ દાવો કરાઇ રહ્યો છે કે, કંપની આ નવા વેરિઅન્ટ માટે, એક બૂસ્ટર ડોઝ પણ બનાવી રહી છે. RDIF એ કહ્યુ છે કે, ઓમિક્રોન વેરિઅન્ટની સામે સ્પૂતનિક વેક્સિનનાં નવા વર્જનને બનાવવાની શરૂઆત થઇ ચુકી છે. આગામી 45 દિવસમાં સ્પૂતનિક વેક્સિનનું ઓમિક્રોન વર્જન મોટા સ્તરે લોકોની વચ્ચે આવી જશે. એવો પણ દાવો કરાઇ રહ્યો છે કે, 20 ફેબ્રુઆરી 2022 સુધીમાં 3 બિલિયન એટલે કે, 300 કરોડ વેક્સિનનાં ડોઝ બનાવી લેવામાં આવશે.

નોવાવેક્સ

નોવાવેક્સ

વેક્સિન બનાવનારી કંપની નોવાવેક્સે પણ દાવો કર્યો છે કે, તેઓ કોવિડનાં નવા વેરિઅન્ટને જોતા નવી વેક્સિન બનાવી રહ્યા છે. આ વેક્સિન ખૂબ ઓછા સમયમાં તૈયાર થઇ જશે. અને તે પછી તેનું નિર્માણકાર્ય પણ શરૂ કરવામાં આવશે.

ઇનોવિયો

ઇનોવિયો

ઇનોવિયો ફાર્માસ્યુટિકલનું કહેવું છે કે, તેમણે પોતાની વેક્સિન INO-4800 નાં નવા વેરિઅન્ટ પર ટેસ્ટ શરૂ કરી દીધા છે. સંપૂર્ણ ટેસ્ટ થવામાં લગભગ બે અઠવાડિયાનો સમય લાગી શકે છે. કંપનીએ આશા વ્યક્ત કરી છે કે, INO-4800 દક્ષિણ આફ્રીકામાં મળી આવેલા વેરિઅન્ટ સામે અસરકારક હશે. આ વાતની જાણકારી કંપનીનાં સિનિયર વાઇસ પ્રેસીડેન્ટે આપી છે.

આ પણ વાંચો – 

ઓમિક્રોનને લઇને કહેવામાં આવી રહ્યુ છે કે, તેના લક્ષણો સામાન્ય છે. કેટલાક લોકો ઓછા ગંભીર લક્ષણોને ખતરનાક માનતા નથી. પણ એવું નથી, એક્સપર્ટનાં કહેવા પ્રમાણે, ઓછા લક્ષણો જોવા મળતા લોકો ટેસ્ટિંગ ઓછું કરાવે છે અને આઇસોલેટ પણ થતા નથી, કેટલાક લોકોને ખબર જ પડતી નથી કે તેમને કોરોના સંક્રમણ લાગી ચૂકયુ છે અને એટલા માટે ગંભીર લક્ષણો કરતા સામાન્ય લક્ષણોવાળું સંક્રમણ ઝડપથી ફેલાવવાની આશંકા છે. વધારે વેક્સિનેશનવાળી વસ્તીની સરખામણીમાં ઓછા વેક્સિનેશનવાળી વસ્તીમાં આ અલગ રીતે કામ કરે છે. દક્ષિણ આફ્રીકા માત્ર 25 ટકા વસ્તીને વેક્સીન લીધી છે. જ્યારે વધારે વેક્સિનેશનવાળી વસ્તીમાં વાયરસનાં એ જ સ્ટ્રેન હાવી થવાની સંભાવના હોય છે. જે વેક્સિનથી બચી જવામાં સક્ષમ હોય ઓમિક્રોન વેરિઅન્ટને લઇને વૈજ્ઞાનિકો હજુ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમ કે, હાલની વેક્સિન કે ઇમ્યુન રીસ્પોન્સથી બચવામાં સક્ષમ છે કે નહી. વધારે વેક્સિનેટેડ વસ્તીમાં આ વેરિઅન્ટનો વ્યવહાર કેવો છે. તે પણ જોવાનુ રહેશે.

Omicron

ભારતમાં પણ હવે આ વેરિઅન્ટની એન્ટ્રી થઇ ગઇ છે. કર્ણાટક બાદ હવે ગુજરાતમાં પણ કોરોના વાયરસનાં ઓમિક્રોન વેરિઅન્ટે દસ્તક આપી છે, જ્યાં જામનગરમાં એક વ્યક્તિ પોઝિટિવ મળી આવ્યો છે. તેના જીનોમ સિક્વન્સિંગે ઓમિક્રોનની પુષ્ટિ કરી છે. તાજેતરમાં તે દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ બાદ ભારત પરત આવ્યો હતો. આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર, તેમને ડૉક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. આ સિવાય તેના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરીને તપાસ કરવામાં આવી રહી છે. ભારતમાં ઓમિક્રોનનો આ ત્રીજો કેસ છે.