રખડતા શ્વાનો આતંક/ રાજકોટમાં મેદાનમાં રમતા બાળકને શ્વાને ભર્યા બચકા, જાણો કેવી છે માસૂમની હાલત

શાપર વેરાવળમાં ઘર નજીક રમતા એક અઢી વર્ષનાં બાળક ઉપર રખડતા શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો. અને તેને આડેધડ બચકાઓ ભરતા સ્થાનિકો દોડી ગયા હતા.

Gujarat Rajkot
શ્વાને
  • સુરત બાદ હવે રાજકોટમાં શ્વાનનો આતંક
  • અર્શદ અન્સારી નામના બાળકને શ્વાને ભર્યા બચકા
  • મેદાનમાં રમી રહ્યો હતો બાળક
  • બાળક ઈજાગ્રસ્ત થતા હોસ્પિ.ખસેડાયો

ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે રખડતા ઢોરની સાથે જ રખડતા શ્વાનનો આતંક પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આવામાં સુરત બાદ હવે રાજકોટમાં શ્વાન દ્વારા હુમલો થવાની ઘટના સામે આવી છે. શહેરના શાપર વેરાવળમાં દોઢવર્ષના બાળકને શ્વાને બચકા ભર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.અર્શદ અન્સારી નામના બાળકને શ્વાને પીખી નાખ્યો હતો.

અર્શદ પોતાના ધર પાસેના મેદાનમા રમી રહહ્યો હતો.ત્યારે શ્વાને તેના પર હુમલો કરી બચકા ભર્યા હતા. ઈજાગ્રસ્ત બાળક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. જ્યાં હાલ સારવાર બાદ બાળકની સ્થિતિ સામાન્ય દેખાઈ રહી છે. જિલ્લા પંચાયત અને રાજકોટ મહાનગરપાલિકા શ્વાનના ખસીકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે છતાં શ્વાનનો આતંક યથાવત રહે છે જેના કારણે લોકોનો જીવ જોખમાય છે. જિલ્લા અને શહેરનું તંત્ર શ્વાનના આતંકને ડામવા નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે.

મળતી માહિતી મુજબ, અર્શદ અને તેનો પરિવાર મૂળ લખનઉના વતની છે. બાળકના પિતા શાપર વેરાવળ ખાતે મજૂરી કામ કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાત ચલાવી રહ્યા છે.

આ અંગે અર્શદની માતાએ જણાવ્યું હતું કે, પોતે ઉપરનાં રૂમમાં રસોઈ કરી રહ્યા હતા. અને અરશદ ઘર નજીક રમતો હતો. ત્યારે જ આ ઘટના બની હતી. જોકે પોતે ઉપર હોવાથી આ અંગે કોઈ ખ્યાલ આવ્યો નહોતો. પરંતુ સ્થાનિકોએ અરશદને શ્વાન પાસેથી છોડાવીને મને જાણ કરતા હું દોડી આવી હતી. અને શ્વાને અરશદને આખા શરીરે બચકાઓ ભર્યા હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે અહીં લાવવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, આ પહેલા સુરતના ખજોદમાં બે વર્ષની બાળકીને ત્રણ જેટલા શ્વાન દ્વારા 45 જેટલાં બચકાં ભરવાની ઘટનામાં બાળકીનું મોત થઈ ગયું હતું. શ્વાનના હુમલામાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેની સારવાર ચાલી રહી હતી પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહતો. 19મી ફેબ્રુઆરીએ બાળકી રમી રહી હતી ત્યારે તેના પર શ્વાનોએ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં તે ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો:રાજુલામાં ખાનગી કંપનીમાં આવેલા મોલમાં ઘૂસ્યો વનનો રાજા, જુઓ વીડિયો

આ પણ વાંચો:અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં 6 વાર અનુભવાયા ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:સુરતમાં મામાની કાર નીચે કચડાઈ ભાણી, જુઓ CCTV

આ પણ વાંચો:વડોદરામાં કાર-ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત