કરુણ ઘટના/ સુરતમાં મામાની કાર નીચે કચડાઈ ભાણી, જુઓ CCTV

સુરતમાંથી એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના ગોડાદરા શિવ સાગર રેસ્ડેન્સીમાં એક બેકાબુ કારે સોસાયટીમાં રમતી બાળકી પર રીતસર કાર ચડાવી દીધી.

Top Stories Gujarat Surat
બાળકી
  •  સુરત: ગોડાદરામાં બની અકસ્માતની ઘટના
  • શિવસાગર રેસીડેન્સીમાં બની આ ઘટના
  • કાર ચાલકે ઘર આંગણે રમતી બાળકીને કચડી
  • સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર અકસ્માતમાં કેટલાક માસૂમ અને નિર્દોષ લોકો પણ મોતને ભેટતા હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. હાલમાં સુરતમાંથી એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના ગોડાદરા શિવ સાગર રેસ્ડેન્સીમાં એક બેકાબુ કારે સોસાયટીમાં રમતી બાળકી પર રીતસર કાર ચડાવી દીધી. આ ઘટનામાં બાળકીનુ કરુણ મોત નિપજ્યુ છે.

સુરત ગોડાદરા ખાતે રહેતા નાનાના ઘરે પરિવાર સાથે આવેલી ભાણેજ ઘ૨ના આંગણે રમતા રમતા મામાની ફોરવ્હીલ નીચે આવી જતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના ગોડાદરા શિવ સાગર રેસ્ડેન્સીમાં માસૂમ બાળકી રમી રહી હતી ત્યારે અચાનક એક કાર આવી અને બાળકી પર ચલી ગઈ હતી. આ ઘટમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવી હતી.જ્યાં સારવાર દરમિયાન બાળકીનુ મોત નિપજ્યુ છે. આ સમગ્ર ઘટના સોસાયટીના CCTV માં કેદ થઈ હતી. હાલ આ મામલે  ગોડાદરા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પહેલા વડોદરામાંથી અકસ્માતની ઘટના સામે આવી હતી. અટલાદરા-પાદરા રોડ પર એક રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારને કાળ ભરખી ગયો હતો. આ અકસ્માત ના પગલે રોડ પર લોકોના ટોળા ઉમટ્યા હતા. અકસ્માત ની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ભયકર અક્સ્માતમાં 3ના મોત ઘટના સ્થળે જ થયા હતા. જ્યારે બે બાળકોને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યા હતા.આ તમામના મૃતદેહોને SSG હોસ્પિટલ ખસેડાયા હતા. રિક્ષામાં સવારે પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપી પાદરા તરફ પરત ફરી રહ્યો હતો. જ્યારે કાર પાદરા તરફથી આવી રહી હતી. કાર અને રિક્ષા સામસામે ભટકાતા આ અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચોગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ‘વિપક્ષના નેતા’ વગર રજૂ થશે બજેટ, કોંગ્રેસ પાસે 10% ધારાસભ્ય પણ

આ પણ વાંચો:વડોદરામાં કાર-ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

આ પણ વાંચો:3.1 લાખ કરોડનું બજેટ રજૂ, મજૂરો માટે 5 રૂપિયામાં ભોજન, દ્વારકામાં નવું એરપોર્ટ, વાંચો નાણામંત્રીની મોટી જાહેરાતો

આ પણ વાંચો:ગુજરાતની સંસ્કૃતિને પહેલી વખત બજેટ સાથે જોડાઈ,બજેટ પોથીમાં હસ્તકળાને અપાયું સ્થાન