બેઠક/ ગાંધીનગરમાં UAEના પ્રતિનિધિ મંડળે કૃષિમંત્રી સાથે કરી બેઠક

UAEના ડેલીગેશને ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે બેઠક કરી હતી. કૃષિ મંત્રીએ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વતી પ્રતિનિધિ મંડળનું સ્વાગત કર્યું હતું.

Top Stories Gujarat
3 20 ગાંધીનગરમાં UAEના પ્રતિનિધિ મંડળે કૃષિમંત્રી સાથે કરી બેઠક

ગુજરાતની મુલાકાતે આવેલા યુનાઈટેડ અરબ એમિરેટ્સ-UAEના ડેલીગેશને ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે બેઠક કરી હતી. કૃષિ મંત્રીએ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વતી પ્રતિનિધિ મંડળનું સ્વાગત કર્યું હતું.

પાણી, ઊર્જા, આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા જેવા ક્ષેત્રે સંયુક્ત રોકાણ અને નવી પહેલોને સહકાર આપવાના લક્ષ્ય સાથે ઇન્ડિયા, ઇઝરાયલ, યુએઈ અને યુનાઈટેડ સ્ટેટ્સ એમ ચાર દેશોનું I2U2 ગ્રુપ કાર્યરત છે. વૈશ્વિક સ્તરે ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવા તેમજ પ્રોત્સાહન આપવા માટે I2U2 ગ્રુપના સભ્ય દેશ યુ.એ.ઈ.ની ચાર કંપની ગુજરાતમાં ઉત્પાદિત થતા વિવિધ પાકો આયાત કરવા તત્પર છે. જે સંદર્ભે આ ચાર કંપનીના પ્રતિનિધિઓ હાલ ગુજરાતની મુલાકાતે છે.

યુ.એ.ઈ.ના પ્રતિનિધીઓને સંબોધતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત કૃષિ ક્ષેત્રે દેશનું સૌથી પ્રગતિશીલ રાજ્ય છે. એમાં પણ જ્યારે ખાદ્ય સુરક્ષાની વાત આવે તો ગુજરાતમાં ઉત્પાદિત થતી ગુણવત્તાસભર ખેત પેદાશોનો આજે વિશ્વના અનેક દેશોમાં નિકાસ થઇ રહ્યો છે. ગુજરાતની ખેત પેદાશોનો અન્ય દેશોમાં નિકાસ થાય તો ખેડૂતોને પાકના સારા ભાવ મળે અને સાથે જ ખેતીમાં નવી ટેકનોલોજીને પણ પ્રોત્સાહન મળે છે. એટલા માટે જ ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતો અને આયાત કરતા દેશ વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. મંત્રીએ યુ.એ.ઈ.ને પણ ખેત ઉત્પાદનોની આયાત માટે રાજ્ય સરકાર તરફથી પૂરતી સહાય પૂરી પાડવા સહમતી આપી હતી. છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો પણ વ્યાપ વધ્યો છે. જેથી ગુજરાતમાં ઉત્પાદિત થતી પ્રાકૃતિક ખેત પેદાશોની વૈશ્વિક સ્તરે માંગ વધી છે