સુરત/ માંડવી તાલુકાનો લાખીડેમ ઓવરફ્લો : નવા નીરથી ખેડૂતો ખુશખુશાલ

લાખીડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે 95 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે આથી ડેમની આજુબાજુના નીચાણવાળા 4 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

Gujarat Others Trending
લાખી ડેમ

રાજ્યમાં સર્વત્ર મોસમનો વરસાદ સારો થઈ રહ્યો છે. અનેક નદીનાળા છલકાઈ રહ્યા છે તો વિવિધ ડેમોમાં નવા નીર આવી રહ્યા છે. સુરતનાં માંડવી તાલુકાનાં અતિ મહત્વનાં ગણાતા ગોડધાડેમ અને આમલીડેમ બાદ લાખી ડેમ ઓવરફ્લો થયો છે. લાખીડેમ માં જળસપાટી 74.15 મીટર સુધી પહોંચતા ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે કોઈ નુકસાન થાય નહિ તે માટે સાવચેતી પગલા ભરવા તંત્ર સક્રિય બન્યું છે અને ખેડૂતો ખુશખુશાલ થયા છે. માંડવીના લાખીડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે 95 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે આથી ડેમની આજુબાજુના નીચાણવાળા 4 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. લાખીડેમ….

 

લાખી ડેમ

માંડવી તાલુકા ભારે વરસાદ અને છલકાયેલા ડેમનાં કારણે કલમકુવા, બેડધા, ભાતખાઈ અને સરકુઇ એમ ચાર ગામોને ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. માંડવી તાલુકામાં આવેલા લાખી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણીની આવકમાં વધારો થયો હતો, જેને પગલે ઓવરફ્લો થાય તેવા સંજોગો હોવાથી સમય સૂચકતાને ધ્યાનમાં રાખી નીચાણવાળા વિસ્તારના 4 જેટલા ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા અંગે કલેક્ટર દ્વારા ગામના સરપંચ તેમજ તલાટીકમ મંત્રીને સૂચના આપવામાં આવી છે. બીજી તરફ ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા સુરક્ષાનાં ભાગરૂપે અને કોઇ વ્યક્તિ ડેમનાં પ્રવાહમાં ન જાય તે માટે જી.આર.ડીનાં જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

લાખી ડેમ

હાલ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ ડેમ ઓવરફ્લો થવાનાં કારણે ચાર ગામોને એલર્ટ અપાતાં ગામનાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.બીજી તરફ ડેમ ઓવરફ્લો થવાનાં કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે માંડવી તાલુકામાં લોકો મુખ્યત્વે લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે ત્યારે ઉનાળામાં આ ડેમનું પાણી વરદાનરૂપ સાબિત થતું હોય છે. આ વર્ષે પાક અને ઘાસચારો સારો થવાની આશા ખેડૂતો સેવી રહ્યા છે.

આ પણ વાંચો : સી.આર.પાટીલને પદભારના 2 વર્ષ પૂર્ણ | 92 ટકા સીટ પર જીત મેળવી | પેજ સમિતિ પર ફોકસ કરી 53 લાખની નોંધ કરાવવામાં રહ્યા સફળ