Crime/ ચૂંટણીના દિવસે પણ જુગારીઓને નથી જપ, ભરૂચમાંથી ઝડપાયા 6 શકુનિઓ

ચૂંટણીના દિવસે જયારે પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે જુગારીઓ પોલીસને થાપ આપવા માટે જુગાર રમી રહ્યા હતા અને આ અંગેની બાતમી ભરૂચ એલસીબીના કાને આવતા તેમણે તાત્કાલિક ધોરણે સાબુગઢમાં દરોડા પાડીને રંગેહાથે જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડયા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી 74 હજાર રૂપિયાનો કુલ મુદામાલ પોલીસે જપ્ત કરીને તમામ જુગારીઓ વિરુદ્ધ જુગારી ધારાની […]

Gujarat
495b1391 d863 43ba 8621 ae1610459760 ચૂંટણીના દિવસે પણ જુગારીઓને નથી જપ, ભરૂચમાંથી ઝડપાયા 6 શકુનિઓ

ચૂંટણીના દિવસે જયારે પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે જુગારીઓ પોલીસને થાપ આપવા માટે જુગાર રમી રહ્યા હતા અને આ અંગેની બાતમી ભરૂચ એલસીબીના કાને આવતા તેમણે તાત્કાલિક ધોરણે સાબુગઢમાં દરોડા પાડીને રંગેહાથે જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડયા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી 74 હજાર રૂપિયાનો કુલ મુદામાલ પોલીસે જપ્ત કરીને તમામ જુગારીઓ વિરુદ્ધ જુગારી ધારાની કલમ 12 મુજબનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપીઓના નામ-

( ૧ ) જીગ્નેશભાઇ પુનમભાઇ રાણા ( રહે.મકાન નં.એ / ૪૭ અંબીકાનગર ત્રીમુર્તી હોલ પાસે શક્તીનાથ તા.જી.ભરુચ )
( ૨ ) વિરલભાઇ રામચંદ્રભાઇ સીરસવા ( રહે.શટા તળાવ ગડરીયાવાડ તા.જી.ભરુચ )
( 3 ) ફાલગુનભાઇ ઘનશ્યામભાઇ ચૌહાણ ( રહે.સોન તલાવડી ઝુપડપટ્ટી તા.જી.ભરુચ )
( ૪ ) રાકેશભાઇ સીયારામ ચૌધરી ( રહે મકાન નં ૨ મહાવીરનગર સોસાયટી મોદીપાર્કની બાજુમાં તા.જી.ભરુચ મુ.રહે.છપરા જીલ્લા પોધીયા ગામ થાણા ખોપા ( બિહાર )
( ૫ ) રાહુલભાઇ મધુભાઇ સીરસાડ ( રહે.સાબુગઢ આવાસ જે.બી.મોદીપાર્કની સામે તા.જી.ભરુચ )
( ૬ ) ક્રિષ્ણામુર્તી ધનપાલ નાયડુ ( રહે.લાહોરી ગોડાઉન નવી વસાહત સિવિલ હોસ્પીટલ સામે તા . જી.ભરૂચ )

આરોપીઓ પાસેથી જપ્ત કરેલ કુલ મુદ્દામાલ

( ૧ ) અંગ ઝડતીના રોકડા રૂ . 40,000 /-
( ૨ ) દાવ ઉપરના રોકડા રૂપીયા 9,090 /-
( ૩ ) મોબાઇલ ફોન નંગ -૪ કિં.રૂ 25,000 /-મળી કુલ કિં.રૂ .74,090 /-