Gujarat-Heat/ ગરમી કરશે ત્રાહિમામ, આગામી દિવસોમાં લૂ લાગી શકે

સોમવારે શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.2 ડિગ્રી ઓછું 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે, આ રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન હતું, જે કંડલા અને અમરેલી સાથે 39 ડિગ્રી સેલ્સિયસ હતું.

Gujarat Ahmedabad
Beginners guide to 2024 04 23T125920.593 ગરમી કરશે ત્રાહિમામ, આગામી દિવસોમાં લૂ લાગી શકે

અમદાવાદ: સોમવારે શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.2 ડિગ્રી ઓછું 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે, આ રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન હતું, જે કંડલા અને અમરેલી સાથે 39 ડિગ્રી સેલ્સિયસ હતું. 26 ડિગ્રી સેલ્સિયસ પર, લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.9 ડિગ્રી વધુ હતું. મંગળવારે, ભારતના હવામાન વિભાગ (IMD) ની આગાહી અનુસાર મહત્તમ તાપમાન 39 °C ની આસપાસ રહેવાની શક્યતા છે.

‘આગામી ત્રણ દિવસ દરમિયાન કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારપછીના ચાર દિવસ દરમિયાન ધીમે ધીમે બે-ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે,’ આગાહી જણાવે છે. મહુવામાં મહત્તમ તાપમાન 38.8°C, રાજકોટમાં 38.6°C અને રાજ્યની રાજધાની ગાંધીનગરમાં 38.6°C નોંધાયું હતું

ગરમીએ લોકોની હાલત ખરાબ કરી દીધી છે. એકતરફ પારો ચઢી રહ્યો છે તો બીજી તરફ લૂ (Heat Wave) પણ થપેડા મારી રહી છે. હવામન વિભાગના અનુસાર પૂર્વી ભારતના એક મોટા ભાગમાં લૂનો આતંક જોવા મળી રહ્યો છે. આગામી 5 દિવસ હીટવેવ ચાલુ રહેશે. પશ્વિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને બિહારના કેટલાક વિસ્તારોમાં લૂ પરેશાન કરી શકે છે. આ મહિનામાં બીજી વખત થનાર છે. પંજાબ-હરિયાણા અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે.

સ્કાઇમેટ વેધર રિપોર્ટ અનુસાર આગામી 24 કલકમાં 23 થી 26 એપ્રિલ વચ્ચે જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલીકા જગ્યાએ હિમવર્ષાની પણ સંભાવના છે. આ ઉપરાંત આજે ઉત્તરી પંજાબ અને ઉત્તરી હરિયાણામાં હળવો વરસાદ પડી શકે છે. ગાજવીજ અને વિજળી સાથે 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

23 થી 24 એપ્રિલ વચ્ચે નોર્થ-ઇસ્ટ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આજે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ અને સિક્કિમના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 23 થી 26 એપ્રિલની વચ્ચે મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ઉત્તર કોંકણ અને ગોવામાં હળવો વરસાદ પડી શકે છે. તે જ સમયે, 23 થી 24 એપ્રિલની વચ્ચે આંતરિક કર્ણાટક અને કેરળમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર

આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ

આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ