Not Set/ પૂર્વ BJP ધારાસભ્ય રામસિંહ પરમાર, જિલ્લા ભાજપની નેતાગીરીથી નારાજ…!!

અમૂલ ફેડરેશન ચેરમેન અને પૂર્વ ભાજપી ધારાસભ્ય રામસિંહ પરમારનું સ્ફોટક નિવેદન સામે આવ્યુચે જેમાં તેઓ જીલ્લા ભાજપ ની કામગીરથી નારાજ હોવાનું જણાઈ આવે છે. તેમના નિવેદન થી સ્પષ્ટ થાય છે કે, તેઓ જિલ્લા ભાજપની નેતાગીરીથી નારાજ છે. ગલતેશ્વરના અંઘાડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ખાત મહુર્ત પ્રસંગે જનસભાને સંબોધતા તેઓએ રાજકીય નિવૃત થતા હોવાનો પણ  ઈશારો […]

Gujarat Others
ramsinh parmaar પૂર્વ BJP ધારાસભ્ય રામસિંહ પરમાર, જિલ્લા ભાજપની નેતાગીરીથી નારાજ...!!

અમૂલ ફેડરેશન ચેરમેન અને પૂર્વ ભાજપી ધારાસભ્ય રામસિંહ પરમારનું સ્ફોટક નિવેદન સામે આવ્યુચે જેમાં તેઓ જીલ્લા ભાજપ ની કામગીરથી નારાજ હોવાનું જણાઈ આવે છે. તેમના નિવેદન થી સ્પષ્ટ થાય છે કે, તેઓ જિલ્લા ભાજપની નેતાગીરીથી નારાજ છે. ગલતેશ્વરના અંઘાડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ખાત મહુર્ત પ્રસંગે જનસભાને સંબોધતા તેઓએ રાજકીય નિવૃત થતા હોવાનો પણ  ઈશારો  કર્યો હતો.

હાલ તો તેમના નિવેદનને લઇને ચરોતરના રાજકારણમાં હડકંપ મચ્યો છે. રાજકીય પંડિતો અને કાર્યકરોમાં રામસિંહના આ વક્તવ્યને અનેક તર્કવિતર્ક બહેતા થયા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમય થી ગુજરાત ભાજપમાં કોઈને કોઈ નેતા કે પછી ધારાસભ્ય સરકાર અથવા સરકારની કામગીરી કે પછી અધિકારીઓ પ્રત્યે પોતાની નારાજગી ઠાલવી રહ્યું છે. જો નેતા જ પોતાની પાર્ટી થી નારાજગી વ્યક્ત કરતા રહશે તો સામાન્ય પ્રજા કોની આગળ પોતાનો બળાપો કાઢશે તે એક મોટો સવાલ છે.

વડોદરાના કેતન ઈનામદાર  દ્વારા શરુ કરવામાં આવેલો નારાજગીના સુર આજે પણ ગુજરાત ભાજપના નેતાઓ કે ધારાસભ્યોમાં ઠેક ઠેકાણે જોવા મળી રહ્યા છે…

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.