Accident/ અમદાવાદમાં લિફ્ટમાં ફસાતા 6 વર્ષના બાળકનું થયું મોત, પરિવાર પર તૂટયું આભ

અમદાવાદમાં બાળકો માટે લિફ્ટનો ઉપયોગ કરવાને લઈને ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. 6 વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાઈ જતા મૃત્યુ થયું.

Ahmedabad Gujarat
Capture 8 અમદાવાદમાં લિફ્ટમાં ફસાતા 6 વર્ષના બાળકનું થયું મોત, પરિવાર પર તૂટયું આભ

અમદાવાદમાં બાળકો માટે લિફ્ટનો ઉપયોગ કરવાને લઈને ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. 6 વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાઈ જતા મૃત્યુ થયું. આ બાળકમાં લિફ્ટમાં જતો હતો ત્યાં અચાનક દરવાજો બંધ થઈ જતા લિફ્ટમાં ફસાઈ ગયો. બચાવના અનેક પ્રયાસ કરવા છતાં બાળકને બચાવી ના શકાયો.

આ બનાવ શહેરના શાહીબાગ વિસ્તારમાં બનવા પામ્યો છે. શાહીબાગમાં આવેલ વસંત વિહાર-2 સોસાયટીમાં સી-બ્લોકમાં રહેતા કોઠારી પરિવારના દિકરાનું લિફ્ટમાં ફસાઈ જતા મોત નિપજયુ. કોઠારી પરિવારનો આર્ય નામનો બાળક રમતા રમતા લિફ્ટમાં ગયો. અને એજ સમયે લિફ્ટનો દરવાજો બંધ થયો અને લિફ્ટ શરૂ થતા આર્ય કોઠારી ગ્રાઉન્ડ ફલોર અને ફર્સ્ટ ફલોરની વચ્ચે ફસાઈ ગયો હતો. લિફ્ટમાં ફસાયેલ આર્ય કોઠારીએ બૂમો પાડતો સોસાયટીના લોકો ત્યાં આવી પંહોચ્યા.

આર્યને બચાવવાના બનતા પ્રયાસો કરવામાં આવ્યા હતા. 6 વર્ષના આર્યની બૂમોથી સોસાયટીના લોકો હાજર થતા ઘટનાની તુરંત ફાયર વિભાગ અને 108ની ટીમને જાણ કરી. ફાયર બ્રિગેડની ટીમ તત્કાળ ઘટનાસ્થળે પંહોચી બાળકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી. જેના બાદ બાળકને 108માં અસારવા હોસ્પિટલ લઈ જવાયો. જો કે તે પહેલા 6 વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાવાની ઘટનાને લઈને મૃત્યુ થયું. દિવાળી તહેવાર દરમ્યાન આર્યના મૃત્યુના પગલે કોઠારી પરીવાર પર આભ તૂટી પડ્યું.


whatsapp ad White Font big size 2 4 અમદાવાદમાં લિફ્ટમાં ફસાતા 6 વર્ષના બાળકનું થયું મોત, પરિવાર પર તૂટયું આભ


આ પણ વાંચો : Israel Hamas War/ ઈઝરાયલના રક્ષા મંત્રીનો દાવો,’હમાસનું હવે ગાઝા પર નિયંત્રણ નથી’

આ પણ વાંચો : Britain/ વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું ભારતમાં શું બદલાવ આવ્યો…

આ પણ વાંચો : PM Kisan Yojana/ PM મોદી ખેડૂતોને નવા વર્ષની આપશે ભેટ, પરંતુ આ ખેડૂતોને લાભ નહીં મળે!