રાજકીય/ રઘુ શર્માના નિવેદન પર રાજકારણ ગરમાયું, CR પાટીલે કહ્યું, …

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના નિવેદનથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. રઘુ શર્માના નિવેદન ઉપર ભાજપની તીખી પ્રતિક્રિયા આવી છે.

Gujarat Others Trending

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના નિવેદનથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. રઘુ શર્માના નિવેદન ઉપર ભાજપની તીખી પ્રતિક્રિયા આવી છે. CR પાટીલે રઘુ શર્માના નિવેદનને ગુજરાતના અપમાન સમાન ગણાવ્યું છે. તેમને જણાવ્યું હતું કે, રઘુ શર્મા ગુજરાતની માફી માંગે. ગુજરાતમાં પરપ્રાંતિયો સુરક્ષિત છે.  વધુમા તેમણે જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં રાજસ્થાનના વેપારીઓ સુરક્ષિત નથી. રાજસ્થાનમાં વેપારીઓ પલાયન કરી રહ્યા છે. અન્ય પ્રદેશના લોકોને રોજગાર આપવા ગુજરાત અવ્વલ છે.

તો જીતુ વાઘાણીએ પણ નામ લીધા વગર કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા. વાઘાણીએ કોંગ્રેસ નેતા પર કર્યા આક્ષેપ કર્યા હતા. તેમણે રાજસ્થાન CM પર ઝેર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. વાઘાણીએ અશોક ગેહલોત પર આરોપ લગાવ્યા હતા. રાજસ્થાનમાંથી ઉદ્યોગકારો બહાર કેમ જઈ રહ્યા છે?

ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ પરપ્રાંતીયો અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં પરપ્રાંતીયો ભય અને અસલામતી અનુભવી રહ્યા છે. નવી પેઢીને ગુમરાહ કરવામાં આવતી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના આ આક્ષેપ બાદ ભાજપ દ્વારા પણ પલટવાર કરાયો છે. ભાજપે કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ સતત હારી રહી છે અને જનતા તેને જવાબ આપી રહી છે તેમ છતાં પણ કોઈ બોધપાઠ લીધો નથી. ગુજરાતમાં પ્રભારીની નિમણૂક થયા બાદ રઘુ શર્માએ ગુજરાતનો પ્રવાસ વધાર્યો છે અને કોંગ્રેસને બેઠી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આગામી નજીકના દિવસોમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાના નામ પણ જાહેર કરવામાં આવી શકે છે તેવી પ્રબળ શક્યતાઓ છે.

સાવધાન! / સાયબર ફ્રોડ પણ તહેવારો ઉજવી રહ્યા છે, લોટરી અને ગિફ્ટની લિંક મોકલીને તમારા બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે…

Technology / તમે QR કોડ વિશે ભાગ્યે જ આ બાબતો જાણતા હશો, આ માહિતી ખૂબ જ ઉપયોગી છે

Auto / ટૂંક સમયમાં લોન્ચ થશે MINI કૂપરની ઇલેક્ટ્રિક કાર, જાણો શું છે તેમાં ખાસ