missile attack/ સમુદ્રમાં હુથી બળવાખોરોનો આતંક વધ્યો, અમેરિકન જહાજ પર છોડી 3 મિસાઈલો

હુથી વિદ્રોહી(Houthi Rebels)ઓ દરિયામાં કોઈપણ દેશના વેપારી જહાજ (commercial ship)ને નિશાન બનાવતા હોય છે. તેમના જહાજ પર હુમલાના કારણે  આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગોની સુરક્ષા પર અસર થાય છે.

Top Stories World
YouTube Thumbnail 31 સમુદ્રમાં હુથી બળવાખોરોનો આતંક વધ્યો, અમેરિકન જહાજ પર છોડી 3 મિસાઈલો

લાલ સમુદ્રમાં હુથી વિદ્રોહી (Houthi Rebels)ઓના આતંક વધી રહ્યો છે. હુથી બળાવાખોરો (Houthi Rebels)એ અમેરિકન (American) જહાજ (ship)ને નિશાન બનાવતા મિસાઇલો (missiles) છોડી હતી. હૂથી બળવાખોરો (Houthi Rebels) દ્વારા અમેરિકા (America)ના M/V Maersk Detroit જહાજ પર એક પછી એક 3 મિસાઇલ (missiles) હુમલા (Attcak) કરવામાં આવ્યા જે અંતતઃ નિષ્ફળ ગયા છે. સમુદ્ર (Sea)માં હુથી વિદ્રોહીઓની હેરાનગતિ વધતા અમેરિકા અને બ્રિટન દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ જ મહિનામાં અમેરિકાએ હુથી વિદ્રોહીઓ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમના ઘણા ઠેકાણા નાશ પામ્યા હતા. મીડિયા અહેવાલ મુજબ અગાઉ અમેરિકાએ કરેલ હુમલાનો બદલો લેવા હુથી બળવાખોરોએ અમેરિકન જહાજ પર મિસાઈલ હુમલો કર્યો હોવાનું અનુમાન છે.

હુથી વિદ્રોહી(Houthi Rebels)ઓ દરિયામાં કોઈપણ દેશના વેપારી જહાજ (commercial ship)ને નિશાન બનાવતા હોય છે. તેમના જહાજ પર હુમલાના કારણે  આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગોની સુરક્ષા પર અસર થતા અમેરિકા (America) અને બ્રિટન (Britan) ઉપરાંત યુએન સંઘ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. છતાં આ ચેતવણી (warning)ની કોઈ અસર ના થતા હુથી બળવાખોરો વધુ આતંક મચાવી રહ્યા છે.

North Korea Ready for War..? By the year 2024, nuclear weapons will be  dismantled | Sandesh

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગત રોજ 24 જાન્યુઆરીએ અમેરિકાનું M/V Maersk Detroit જહાજ બપોરના સમયે એડનની ખાડીને પાર કરતું હતું. ત્યારે અમેરિકન ધ્વજ હેઠળ દરિયામાં આગળ વધતા આ જહાજ પર અચાનક એક પછી એક 3 બેલેસ્ટિક મિસાઈલો (Missiles) આવી. એક મિસાઈલ દરિયામાં પડી. જ્યારે અમેરિકન ગ્રેવલી ડીડીજી 107 (એન્ટિ-મિસાઇલ સિસ્ટમ) દ્વારા બે મિસાઇલોને તોડી પાડવામાં આવી હતી. હુથી વિદ્રોહીઓએ અમેરિકન જહાજ પર મિસાઈલ હુમલો કર્યો જો કે જહાજને કોઈ નુકસાન થયું ન હતું. હુથી બળવાખોરો દ્વારા અમેરિકન જહાજ પર પ્રથમ વખત હુમલો નથી કરવામાં આવ્યો. અગાઉ પણ યમન સમર્થિત વિદ્રોહીઓએ એડનની ખાડીમાં અમેરિકન જહાજ પર મિસાઇલ હુમલો કર્યો હતો. જેનો જવાબ આપતા અમેરિકાએ હુથીઓના ઠેકાણો પર વળતો હુમલો કર્યો હતો.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (World Economic Forum)ના પ્રેસિડેન્ટ બોર્ગે બ્રેન્ડેના જણાવ્યા અનુસાર, હુતી હુમલાઓ વૈશ્વિક સપ્લાય ચેઇન પર નકારાત્મક અસર કરી શકે છે. લાલ સમુદ્રમાં જે વેપાર માર્ગને હુથી બળવાખોરો (Houthi Rebels)દ્વારા નિશાન બનાવવામાં આવે છે તે વિશ્વના લગભગ 15% શિપિંગનું સંચાલન કરે છે. આ માર્ગ યુરોપ અને એશિયાને જોડવા માટે મહત્વપૂર્ણ છે. જો વેપારી જહાજો લાલ સમુદ્ર અને સુએઝ કેનાલને બદલે દક્ષિણ આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપમાંથી પસાર થાય તો મુસાફરીમાં 10-14 જેટલા વધુ દિવસ લાગે છે.. ભારત જેવા તેલની આયાત કરતા દેશો માટે તેલના ભાવમાં પ્રતિ બેરલ 10-20 ડોલરનો વધારો થઈ શકે છે. કોઈપણ વેપાર માટે વધુ પડતો સમય નુકસાનકારક સાબિત થાય છે આથી જ અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશો પણ દરિયા પર હુથી વિદ્રોહીઓના આતંકને ડામવા પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકા અને બ્રિટન સહિત યુએન સંઘ દ્વારા યમન સ્થિત હુથી બળવાખોરોને આતંકવાદી જૂથ જાહેર કરતાં આ ક્ષેત્રમાં તણાવ વધુ વધ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:26 January 2024/26 જાન્યુઆરી : ખેડૂત સંઘ ‘ભારતીય કિસાન યુનિયન’નું દેશના ખેડૂતોને ટ્રેક્ટર માર્ચનું આહ્વાન

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/ભાજપે કર્યો લોકસભા ચૂંટણી પ્રચારનો શંખનાદ, આ હશે પાર્ટીનું ખાસ ‘સ્લોગન’

આ પણ વાંચો:CM Jagan Reddy/આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ કરી રહી છે ‘ગંદી’ રાજનીતિ, કેમ ગુસ્સે થયા CM જગન રેડ્ડી?