Covid-19/ કોરોનાજંગ સામે વધુ બે રસી-દવાને મંજૂરી, કેન્દ્રી આરોગ્યમંત્રી માંડવિયાએ ટ્વીટ કરી આપી માહિતી

દેશમાં વધુ બે વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. એન્ટી-વાયરલ દવાને પણ મંજૂરી અપાઇ છે. આ અંગે કેન્દ્રિય આરોગ્યમંત્રી માંડવિયાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી.

Top Stories India
વેક્સિન
  • કોરોનાજંગ સામે વધુ બે રસી-દવાને મંજૂરી
  • દેશમાં વધુ બે વેક્સિનને ઇમર.ઉપયોગ માટે મંજૂરી
  • એન્ટી-વાયરલ દવાને પણ મંજૂરી અપાઇ
  • કેન્દ્રી આરોગ્યમંત્રી માંડવિયાએ ટ્વિટથી આપી માહિતી
  • ઇમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી
  • કોવોવેક્સ-કોરબેવેક્સ રસીને મળી મંજૂરી
  • મોલનુપિરાવિર એન્ટી વાયરલ દવાને પણ મંજૂરી

કોવિડ-19નું નવું વેરિઅન્ટ ભારતમાં ઝડપથી પોતાના પગ ફેલાવી રહ્યું છે. ઓમિક્રોન વેરિઅન્ટ દેશનાં 21 રાજ્યોમાં પહોંચી ગયું છે. અહીં ઓમિક્રોનનાં દર્દીઓની સંખ્યા 650ને વટાવી ગઈ છે. આ ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ લોકો માટે ઘણી સૂચનાઓ જારી કરી છે જેથી કરીને વાયરસને ફેલાતો અટકાવી શકાય. જો કે આ વચ્ચે કોરોના જંગ સામે વધુ બે રસી-દવાને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો – વિધાનસભા ચૂંટણી 2022 / પંજાબમાં નવજોત સિદ્વુએ એક ઉમેદવાર જાહેર કરતા વિવાદના એંધાણ,કોંગ્રેસના સંભવિત ઉમેદવારો અસમંજસમાં..

આપને જણાવી દઇએ કે, દેશમાં વધુ બે વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. એન્ટી-વાયરલ દવાને પણ મંજૂરી અપાઇ છે. આ અંગે કેન્દ્રિય આરોગ્યમંત્રી માંડવિયાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. આ બે વેક્સિન કોવોવેક્સ અને કોરબેવેક્સ છે. ઉપરાંત Molnupiravir એન્ટિ વાયરલ દવાને પણ મંજૂરી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ એક ટ્વીટમાં લખ્યું છે કે, ‘CORBEVAX રસી ભારતની પ્રથમ સ્વદેશી ‘RBD પ્રોટીન સબ-યુનિટ’ રસી છે. ભારતમાં વિકસિત આ ત્રીજી રસી છે! તેને હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઈ દ્વારા બનાવવામાં આવેલ છે.’ સાથે જ અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે, ‘Nanoparticle વેક્સિન, COVOVAX સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, પૂણે દ્વારા બનાવવામાં આવશે. એન્ટિવાયરલ દવા Molnupiravir હવે દેશની 13 કંપનીઓ દ્વારા બનાવવામાં આવશે. તેનો ઉપયોગ ઇમરજન્સીની પરિસ્થિતિઓમાં પુખ્ત દર્દીઓ અથવા COVID-19 નાં ઉચ્ચ જોખમવાળા દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે.

આ પણ વાંચો – કમોસમી માવઠું /  રાજ્યમાં એકવાર ફરી કમોસમી માવઠું, ગાંધીનગર, અમદાવાદ સહિત જિલ્લાઓમાં આંશિક વરસાદ

આરોગ્ય મંત્રીએ એમ પણ કહ્યું છે કે, આ તમામ મંજૂરીઓ મહામારી સામેની વૈશ્વિક લડાઈને વધુ મજબૂત બનાવશે. અત્યાર સુધી, Covisheeld, Covaxin, ZyCoV-D, Sputnik V, Moderna, Johnson and Johnson, Corbevax અને Covovax ને ભારતમાં ઇમરજન્સીનાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટીની એક નિષ્ણાત સમિતિએ સોમવારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિડ વેક્સીન કોવોવેક્સ અને બાયોલોજિકલ ઈ કંપનીની રસી કોર્બેવેક્સને ઈમરજન્સીમાં અમુક શરતો સાથે ઉપયોગ કરવાની મંજૂરી આપવાની ભલામણ કરી હતી. ઉપરાંત, SEC એ ઇમરજન્સીમાં દેશમાં કોવિડ દવા Molnupiravir નાં નિયંત્રિત ઉપયોગની ભલામણ કરી હતી. આ સંબંધમાં પહેલી અરજી ઓક્ટોબરમાં SII ખાતે સરકાર અને નિયમનકારી બાબતોનાં ડિરેક્ટર પ્રકાશ કુમાર સિંહ દ્વારા સબમિટ કરવામાં આવી હતી. 17 મેનાં રોજ, DCGI ઑફિસે SIIને ‘Covovax’ રસીનું ઉત્પાદન અને સંગ્રહ કરવાની પરવાનગી આપી હતી. અત્યાર સુધી, પૂણે સ્થિત કંપની માત્ર DCGI ની મંજૂરીનાં આધારે રસીનાં ડોઝનું ઉત્પાદન અને સંગ્રહ કરી રહી છે. વળી, ઓગસ્ટ 2020 માં, યુએસ સ્થિત રસી નિર્માતા ‘નોવાવેક્સ ઇન્ક’ એ NVX-CoV2373 (સંભવિત કોવિડ-19 રસી) નાં વિકાસ અને વ્યાપારીકરણ માટે SII સાથે લાયસન્સ કરારની જાહેરાત કરી હતી.