Not Set/ હવામાન વિભાગની આગાહી, આ તારીખે ચોમાસુ કેરળનાં દરિયાકાંઠે પહોંચશે

કોરોના સંકટકાળ વચ્ચે દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. ત્યારે લોકો આ ગરમીમાં ઘરમાં પણ કંટળી ગયા છે. ઘરની બહાર તડકો અને અંદર ગરમીએ લોકોને હેરાન-પરેશાન કરી દીધા છે. તેવામાં હવામાન વિભાગની આગાહી રાહત આપી શકી છે. હવામાન વિભાગે ચોમાસા અંગેની આગાહીમાં કહ્યું છે કે, 5 જૂને તે કેરળનાં દરિયાકાંઠે આવી શકે છે. ગયા વર્ષે ચોમાસુ […]

India
01ea132cfd2a95a78a7dce25d421a748 1 હવામાન વિભાગની આગાહી, આ તારીખે ચોમાસુ કેરળનાં દરિયાકાંઠે પહોંચશે

કોરોના સંકટકાળ વચ્ચે દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. ત્યારે લોકો આ ગરમીમાં ઘરમાં પણ કંટળી ગયા છે. ઘરની બહાર તડકો અને અંદર ગરમીએ લોકોને હેરાન-પરેશાન કરી દીધા છે. તેવામાં હવામાન વિભાગની આગાહી રાહત આપી શકી છે.

હવામાન વિભાગે ચોમાસા અંગેની આગાહીમાં કહ્યું છે કે, 5 જૂને તે કેરળનાં દરિયાકાંઠે આવી શકે છે. ગયા વર્ષે ચોમાસુ 8 જૂને કેરળનાં દરિયાકિનારે આવી પહોંચ્યું હતુ, જ્યારે હવામાન વિભાગે 6 જૂનનો અંદાજ બહાર પાડ્યો હતો. આ વખતે જોવાનું એ છે કે હવામાન વિભાગ દ્વારા ચોમાસા અંગેનો અંદાજ કેટલો યોગ્ય છે. હવામાન વિભાગે આગાહીની સમગ્ર ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરી છે.

જો આપણે કેરળનાં દરિયાકાંઠે ચોમાસાનાં આવવાનાં હવામાન ખાતાનાં છેલ્લા 5 અંદાજો જોઈએ, તો 5 માંથી 2 અંદાજ એકદમ સાચા રહ્યા છે. હવામાન વિભાગે 2018 માટે 29 મે ની આગાહી જાહેર કરી હતી અને તે જ દિવસે ચોમાસું શરૂ થયુ હતું. 2017 માં, આગાહી 30 મે હતી અને તે જ દિવસે ચોમાસું કેરળનાં કાંઠે પહોંચ્યું હતુ. પરંતુ 2015 માં, 30 મે નાં રોજ આગાહી કરવામાં આવી હતી જ્યારે ચોમાસાએ 5 જૂને દસ્તક લગાવી હતી અને 2016 માં 7 જૂનનો અંદાજ લગાવવામાં આવ્યો હતો જ્યારે ચોમાસું 8 જૂને આવ્યું હતું.

આ વર્ષે ચોમાસા દરમિયાન દેશમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. સંભાવના સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની માનવામાં આવે છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે સામાન્ય ચોમાસાની 41 ટકા સંભાવના છે, 21 ટકા સામાન્યથી ઉપર અને 9 ટકા સામાન્યથી વધુ વરસાદની સંભાવનાઓ છે. જો કે, સામાન્ય વરસાદની નીચે 20 ટકા અને દુષ્કાળની 9 ટકા સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.