Rajkot Civil Hospital/ રાજકોટ સિવિલમાં મહિલા કર્મચારીને રિલ બનાવવી મોંઘી પડી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા કર્મચારીએ સોશિયલ મીડિયામાં રીલ મૂકવી મોંઘી પડી છે. રિલ મૂકતા જ વિવાદ સર્જાયો છે. સિવિલમાં ફરજ બજાવતા નેશનલ હેલ્થ મિશનના કર્મચારીએ…

Top Stories Gujarat

Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં મહિલા કર્મચારીએ સોશિયલ મીડિયામાં રીલ મૂકવી મોંઘી પડી છે. રિલ મૂકતા જ વિવાદ સર્જાયો છે. સિવિલમાં ફરજ બજાવતા નેશનલ હેલ્થ મિશનના (National Health Mission)કર્મચારીએ તબીબી (Supretendent) અધિક્ષકની ચેમ્બરમાં 4 રિલ (Reel)બનાવતા સિવિલ સર્જને તપાસના આદેશ આપ્યા છે.

આજકાલના યુવાનોને રિલ્સ બનાવવાની લત લાગી ગઈ છે. રિલ્સના ચક્કરમાં પોતાની જાતને, જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. ઘણી વખત તેઓ મોતને પણ ભેટી દે છે.  નેશનલ હેલ્થ મિશન ગાંધીનગર દ્વારા રાજકોટ સિવિલમાં આસિસ્ટન્ટ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર (Assistant Hospital Administrator)તરીકે જ્યોતિબેન વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે. આ મહિલા કર્મચારીને ગાંધીનગરથી આવતા તમામ અહેવાલો સહિત ઓફિસના વહીવટી કામકાજ કરવાનું હોય છે. પણ મહિલા કર્મચારી સરકારી કામકાજ છોડી ઓફિસ ટાઈમમાં રિલ બનાવી સોશિયલ મીડિયામાં મૂકતા વિવાદ સર્જાયો છે.

આ ઘટનાની જાણ થતાં તબીબ અધિક્ષક ડોક્ટર આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સરકારી કચેરીમાં ઓફિસ સમયે કોઈ કર્મચારી પોતાનું અંગત કામ કરી જ ન શકે. નેશનલ હેલ્થ કમિશનના કર્મચારીના સોશિયલ એકાઉન્ટમાં સરકારી ચેમ્બરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની વિરૂદ્ધ તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:26 January 2024/26 જાન્યુઆરી : ખેડૂત સંઘ ‘ભારતીય કિસાન યુનિયન’નું દેશના ખેડૂતોને ટ્રેક્ટર માર્ચનું આહ્વાન

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/ભાજપે કર્યો લોકસભા ચૂંટણી પ્રચારનો શંખનાદ, આ હશે પાર્ટીનું ખાસ ‘સ્લોગન’

આ પણ વાંચો:Harni Boat Accident/હરણી નદી બોટ દુર્ઘટના કેસમાં મુખ્ય સૂત્રધારની કરાઈ ધરપકડ