સુરત ગ્રામ્યમાંથી મોટી માત્રામાં નકલી સેનેટાઇઝર ઝડપી પાડવામાં પોલીસ ને સફળતા મળી છે. કીમ પોલીસે બાતમી ના આધારે પડ્યા હતા. દરોડા ,ઘટના સ્થળ પર થી એક કેરાલા પાર્સીંગ ની ટ્રક પણ મળી આવી, આંતર રાજ્ય પણ નકલી સેનેટાઇઝર મોકલવામાં આવતું હોવાની આશંકા સેવાઈ રહી છે.
કીમ પોલીસ ને આજે મોટી સફળતા મળી છે કીમ પોલીસે આજરોજ બાતમી ના આધારે કીમ નજીક આવેલી બોલાવ જી આઈ ડી સી માં નકલી સેનેટાઇઝર બનાવતી એક કંપની પર દરોડા પડ્યા હતા જ્યાંથી પોલીસ ને મોટી માત્રા માં નકલી સેનેટાઇઝર તેમજ સેનેટાઇઝર બનાવવાનું રો મટીરીયલ તેમજ ખાલી પ્લાસ્ટિક ના કેરબા તેમજ ખાલી બેરલો મળી આવ્યા હતા.
જોકે પોલીસ ના દરોડા ની માહિતી મળી જતા ફેક્ટરી સંચાલકો તેમજ કામદારો પોલીસ પહોચે એ પહેલાજ રફુચક્કર થઇ ગયા હતા. જોકે પોલીસ ને ઘટના સ્થેલ મિલ બહાર એક કેરલા પાર્સીંગ ની ટ્રક મળી આવી હતી અને ટ્રક ડ્રાયવર ની હાલ પોલીસે અટકાયત કરી પૂછપરછ ચાલી રહી છે ,પોલીસ ધ્વારા સેનેટાઇઝર ની ચકાસણી માટે એફ એસ એલ ને પણ જાણ કરી છે ,જોકે હાલ પોલીસ આ મિલ કોની છે ? ટ્રક શા માટે મિલ બહાર હતી ? ગુજરાત બહાર પણ આ નકલી સેનેટાઇઝર મોકલવામાં આવતું હતું કે કેમ તેની તપાસ કરી રહી છે .
