Not Set/ હવસખોર સસરા અને દહેજ ભૂખી સાસુની માંગ ન સંતોષાતા પુત્રવધુ સાથે કર્યું કંઇક આવું…

ઊંઝા નજીક આવેલ કરલી દેણપ ગામમાં રહેતા જયશ્રીબહેન દિપીનભાઈ પટેલ. જેઓ પતિ કામકાજ વગર બેકાર હોવાથી ઘરનું ગુજરાન ચલાવવા ઓનલાઈન કામ કરી પેટીયું રળી રહ્યા છે. પતિ આ અગાઉ બે વખત પરણેલ સાસુ સસરાની કુનીતિ અને બેકાર પતિને કારણે અગાઉની પત્નિ રહેલ નહીં જ્યારે ત્રીજીવારના જયશ્રીબહેન સાથે થયેલ. જેઓને બે દિકરા છે. હવસખોર સસરાની હવસ […]

Gujarat Others

ઊંઝા નજીક આવેલ કરલી દેણપ ગામમાં રહેતા જયશ્રીબહેન દિપીનભાઈ પટેલ. જેઓ પતિ કામકાજ વગર બેકાર હોવાથી ઘરનું ગુજરાન ચલાવવા ઓનલાઈન કામ કરી પેટીયું રળી રહ્યા છે. પતિ આ અગાઉ બે વખત પરણેલ સાસુ સસરાની કુનીતિ અને બેકાર પતિને કારણે અગાઉની પત્નિ રહેલ નહીં જ્યારે ત્રીજીવારના જયશ્રીબહેન સાથે થયેલ. જેઓને બે દિકરા છે.

હવસખોર સસરાની હવસ નહીં સંતોષનાર સસરા અને સાસુ જડીબહેન મનુભાઈ પટેલની માંગ નહીં સંતોષનાર પુત્રવધુ જયશ્રીબહેન ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. જ્યારે પરમ દિવસે સસરાપક્ષ દ્વારા તેણી ઉપર એસીડ એટેક કરી જીવલેણ હુમલો અને પૌત્ર પ્રિન્સનું ગળું ડબોચી મારી નાંખવાનો જધન્ય બનાવ ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલ છે.

આ બનાવ એસીડ એટેકનો ભોગ બનનાર જયશ્રીબહેન દિપીનભાઈ પટેલ મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવારઅર્થે દાખલ થયેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.