સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી માં ભાજપની જંગી જીત બાદ હવે પાટણ અને સિદ્ધપુર નગર પાલિકાની તા. ૧૫મી માર્ચે ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠક મળશે તેમાં પ્રમુખની ચૂંટણી કરવામાં આવશે. કમિશનરે આજે આ અંગેનો એજન્ડા બહાર પાડયો હતો.
કલેકટરનાં અધ્યક્ષસ્થાને નગર પાલિકાના પંચાયતનાં ચૂંટાયેલા સભ્યોની તા. ૧૫ મીએ પ્રથમ બેઠક મળશે. આ બેઠક પૂર્વે તા. ૧૪ મીએ પ્રમુખ – ચૂંટણી પ્રક્રિયા માટે ઉમેદવારી કરી શકાશે નગર પાલિકા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી ચૂંટણીની કોઈ શકયતા નથી બિનહરીફ વરણી થશે.બને પાલિકામાં ભાજપ ની બોડી રચાશે તેવી સંભવના જોવા મળી રહી છે.
નગર પાલિકામાં પ્રમુખ પદને લઈને અનેક દાવેદારો હોડ માં છે તેમજ પ્રમુખનો તાજ કોના શિરે ચડશે તેને લઈને પણ અટકળો ચાલી રહી છે. આ બેઠકનો એજન્ડા જિલ્લા વિકાસ અધિકારી દ્રારા એક – બે દિવસમાં બહાર પાડવામાં આવશે. જિલ્લા અને તાલુકા પંચાયતોમાં તા. ર૮ મીએ મતદાન થયુ હતુ અને તા. ર માર્ચનાં રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ.જોકે તાલુકા પંચાયતના પ્રમુખની વરણી માટે કોઈ તારીખ નિયત કરવામાં આવી નથી
